News of Wednesday, 7th January 2026
કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતા દેવનો મકર સંક્રાતિએ પ્રાગટય દિન
સુર્યવંશીય ક્ષત્રિયના કુલવંશની વિવિધ શાખાઓ પૈકી એક 'કૌલ' શાખા કે જે કુલવાન કે કોલીય તરીકે ઓળખાય છે ગુજરાત સહિત દેશભરમાં આસ્થાભેર ઉજવણીનું આયોજન : મધ્યપ્રદેશમાં માંધાતા દેવનો ઐતિહાસિક મહેલ સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર

પોરબંદરઃ કોળી સમાજના ઇષ્ટ દેવ શ્રી માંધાતાનો પ્રાગટ્ય દિન મકર સંક્રાંતિના દિને છે પ્રતિ વર્ષ પોરબંદર, ગૂજરાત સહિત સમગ્ર દેશ આ ઉત્સવ આસ્થાભેર ઉજવણીનું આયોજન કરવામાં આવે છે ત્યારે શ્રી માંધાતાનો ઇતિહાસ જોઈએ તો મહારાજા ઇક્ષવાંકુ સમગ્ર પૃથ્વીના અધિપતિ હતા. તેં સમયે પૃથ્વી પર સતયુગ પૂરો થવામાં અને ત્રેતા યુગ શરુ થવામાં હતો આ સમયમાં પૃથ્વી પર માનવ વસવાટ માં વધારો થતા રાજકીય, વહીવટી સરળતા ખાતર મહા રાજા ઇક્ષાવાંકુ એસમગ્ર પૃથ્વી ને નવ રાજકીય ગણતત્ર રાજ્યો માં વિભાજીત કરી હતી ઇકશાવાંકુ દ્વારા નવ ભાગમાં વિભાજીત થયેલ પૃથ્વીનો 'નવ ખડ ધરતી' તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ નવ ખંડ ધરતીપર દરેક ખંડના વહીવટ માટે મહારાજા ઇકશાવાંકુ એ તેમના વારસ દારોની નિમણૂક કરી હતી. આ વારસ દારોને 'રાજા 'ની ઉપાધિ આપી હતી એટલેકે દેવયુગ એવો 'સત યુગ' પૂરો થયો હતો અને રાજા યુગ એવોૅ ત્રેતા યુગ ચાલી રહ્યો હતો.
અખન્ડ હિન્દુસ્તાનમાં અન્ય રાજા ઓની સાથે સાથે ઇક્ષવાંકુ નાં 'કોલીય વંશ'નાં રાજાઓ પણ રાજ કરતા હતા. પૌરાણિક કથાનુસાર 'સૂર્ય વંશી ક્ષત્રિય'નાં વંશજો ની વંસાવલી (પેઢીમાં ) મહારાજા ઇક્ષવનકું પ્રથમ વંશજ(પ્રથમ પેઢીના ) માનવામાં આવે છે. મહા રાજા ઇક્ષવાંકુ સૂર્ય વંશીય ક્ષત્રિય વંશની સતરમી પેઢીમાંૅ યુવનાંશ્વ નો જન્મ થયો. હતો રાજા યુવ નાશ્વ હિન્દુસ્તાન ખંડનાં અયોધ્યા રાજ્યમાં રાજ કરતા કરતા યુવાનાં શ્વ રાજાની ધર્મ પત્ની નું નામ ગૌરીદેવી હતું. રાજા યુવનાશ્વ અને મહારાણી ગૌ રી દેવી ને કોઈ સંતાન ન ન હતું. વંશજ (સંતાન) પ્રાપ્તિ માટે યુવનાશ્વ રાજા એ રાજ્યના ઋષિઓ દ્વારા યજ્ઞ કરાવ્યો હતો. યજ્ઞ નીપ્રસાદી રૂપે મંત્રેલા પાણીથી ભરેલો ઘડો રાત્રીના સમયે રાજા નાં શયન ખંડ માં મુકાવ્યો હતો આ મંત્રેલા પાણી વહેલી સવારે મહારાણી ને પીવડાવવા ઋષિએ રાજાને જણવ્યું હતું. સજોગ વસાત રાત્રીના સમયે રાજાને તરસ લાગતા દ્દફૂ પાણી પીવા ઉભા થયા, ઘમાં પાણી મહારાજા યુવ નાશ્વ પી ગયા. સમયાંતરે રાજાનું પેટ ચીરી ને એક બાળક બહાર લાવવામાં આવ્યું. ખાગોળ શાસ્ત્ર મુજબ આ દિવસ 'મકર શંક્રાંતિ ' હતી (સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ) દેવરાજ ઇન્દ્ર ને આવાતની જાણ થતા તેઓ બાળકને જોવા પધાર્યા, દેવરાજ ઇન્દ્ર એ બાળકની ખાવા પીવાની બાબતે સવાલ જેનું નિરાકારણ લાવવા બાળકના અંગુઠા બાળકના મોમાં મૂકી અને કહ્યું માં દયાસ્તી (માં ધવડાવે છે) 'માં દયાસ્તી' ઉપરથી આ બાળકનું નામ માંધાતા (માં ધવડાવે છે )રાખવામાં આવ્યું હતું, ખગોળશાસ્ત્ર ની ગણતરી મુજબ મકર સંક્રાંતિનાં શુભ દિવસે માંધાતાનો જન્મ થયો હતો 'સૂર્ય વંશીય ક્ષત્રિય' નાં કૂળ એટલેકે વંશની ઘણી શાખા ઓ પૈકી એક શાખા 'કૌલ'શાખા છે. ફૂલ વાન કે કોલીય નામથી પણ ઓળખવામાં આવે છે.
માનવ સભ્યતા ની આ કૉલ શાખાને પુરા વ તોની પંચ યિકા શાખા કહેવામાં આવે છે. કૌલ વંશની આ શાખા કૌલ સંપ્રદાય તરીકે પણ ઓળખવામાં આવે છે, સનાતન સંસ્કૃતિનાં આ કૌલ સંપ્રદાયનાં માણસો જેતે સમયથી જ શિવ શકિતની ઉપાસના કરતા આવ્યા છે. કૌલ કુલવાન કે કોલીય વંશ પહેલેથી જ શિવ શકિત ઉપાસક છે. શિવ શકિત ઉપાસક એવા કૂળવાન વંશ કૌલ, કૌલીયવંશ માં મહાપ્રતાપી મહા માનવ શ્રી માંધાતા મહારાજનો જ ન્મ થયોં હતો, સૂર્યવંશી ક્ષત્રિયકુળ વાન કૂ ળમાં જન્મેલા મહારાજા માધાતા ને ઇન્દ્રિય દંડ યુદ્ધ કલા અને રાજનૈતિક શિક્ષણ આપ્યું હતું.ઇન્દ્રએ માંધાતા ને તૂટે નહિ તેવું ધનુષ્ય પણ આપ્યું હતું. દેવરાજ ઇન્દ્ર દ્વારા મળેલું ઉચ્ચ શિક્ષણના માધ્યમથી તથા પોતાની તાકાત અને પરાક્રમથી કોલીય રાજા માંધાતા એ પૃથ્વી પરના બધા રાજાઓને પરા જીત કર્યા હતા. જેથી તેમને મહાન કૉલીય રાજાનું બિરુદ મળ્યું હતું. રાજા માંધાતા એ સમગ્ર હિન્દુસ્તાન ખંડમાં પથ્થર યુગના મોહેં જો દડો સંસ્કૃતિનો શિસ્ત બદ્ધ વિકાસ અને વિસ્તાર કર્યો હતો. એટલે કે આ સમયે મહા માનવ શ્રી માધાતા મહારાજા નવ ખંડ ધરતી પર સુશાસન કરી રહ્યા હતા. રાજા માંધાતા એ પ્રતિષ્ઠાના પૂર જીતી લીધા બાદ ત્યાના 'ત ક્ષક નાગવંશ ' નાં રાજા ની નાગ ક ન્યા સાથે લગ્ન કર્યા હતા.
કોલીય રાજા માંધાતા અને નાગકન્યાં થી ઉત્પન્ન થયેલ વંશ જ પ્રતિષ્ઠા પૂર (કાશી) માં નાગવંશીય કૌલીય ના નામે રાજ કરતા હતા. એક સમયે અજય યોદ્ધા માંધાતા એ લવણા સુર રાક્ષસ નાં રાજ્ય પર ચડાઈ કરી હતી. માંધાતા ને પરાજ્ય કરી શકાય તેમ નથી તે વું જાણનાર લવણાસુર રાક્ષસે ચાલાકી કરી પોતાના જાસૂશ માંધાતાનાં લશ્કરમાં ગોઠવી દીધા એ લવણા સુર રાક્ષસનાં રાજ્ય પર ચડાઈ કરી હતી. માંધાતાને પ્રાધાય કરી શકાય તેમ નથી તેવું જાણનાર લવણા શું રાખશે ચાલાકી કરી પોતાના જાસુસ માંધાતા ના લશ્કરમાં ગોઠવી દીધા તક મળતા આ જાસુ સો એ છળ કપટ થી રાજા માંધાતા નો વધ કર્યો હતો. આ દિવસ દેવ શયાની અથવાવરૂધની એકાદશી નો હતો.
અમદાવાદની કોલેજના પ્રોફેસર અને કોળી સમાજના સંશોધક લેખક ડો. કરમણભાઈ રાઘુનંદન લિખિત સમાજ દર્પણ નામના કોળી ગ્રંથ મુજબ દેવશયા ની અથવા વરુ ધની એકા દેશી (હાલની અષાઢ સુદ અગિયારસ ) માંધાતા વીર ગતિ દિવસ છે. માં ધાતા પરિવારની માહિતી જોઈએતો માતાનું નામ ગૌરી દેવી, પિતાનું નામ યુવાનાશ્વ,પત્નીનું નામ બિંદુમતી નર્મદા( નાગ કન્યા )અને વસુંધરા , દીકરાઓના નામ અબરીશ પૂરું કુત્સ અને મુચુકંદ હતા. તથા દીકરીઓના લગ્ન સૌરભઋષિ સાથે થયા હતા. માંધાતા મહારાજના રાજગુરુ ભોમ જોની રાવળદેવ તથા કૂ ળદેવી ચંડી ચામુંડા માતાજી હતા.લ વ ણાસુરના છળ કપટ થી વિરગતી પામેલા માંધાતા બાદ કોલીએ નાગ વંશમાં માંધાતા ના મોટા પુત્ર અબરીશ બાદ કોલી વંશમાં કોઈ શકિતશાળી વંશજ થયો નહીં. આમ કોલીય વંશ નાં નબળા શાસનના કારણે કોલીયવંશી શાસનની પડતી થઈ. આ વર્ણન બારોટના ચોપડા તથા ભવાઈ કરનાર ભવાઇના ખેલમાં પણ જોવા મળે છે.
દાનવીર કોલીય રાજા માંધાતાએ સમગ્ર પૃથ્વી અન્યરાજવીરો ને દાનમાં આપી દીધા ની યાદમાં આજે પણ કોળી સમાજમાં મકર સંક્રાંતિ( ઉતરાયણ પ્રાદેશિક ભાષામાં ખીહર)નાં દિવસે દાન પુણ્ય કરવાનો મહિમા છે. કોલીય રાજા માંધાતા ના વંશજો એવા કોળી સમાજના લોકો ક્યારેય ભીખ માંગતા નથી. પરંતુ માત્ર દાનની પરંપરાને કારણે આજે પણ કોળીની વસ્તીથી છલોછલ ગામડાઓમા મકર સંક્રાંતિ નાં પુણ્ય પર્વ નાં દિવસે યાચકો કોળી લોકોના ઘરે દાન લેવા લાઇન લાગે છે. થોડામાંથી પણ થોડું આપવા નાં સુખની ધન્યતા ધરાવે છે.
માંધાતા વંશજ કોળી સમાજ માંધાતૉ કોળી સંસ્કૃતિૅ ની વધુ એક ઝલક જોઈએ તો ઉતરાખંડના ઉખી મઠ અને મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના નર્મદા નદીના કિનારેજે ટાપુ પર ' ઓમકારેશ્વર જ્યોર્તિલિંગ'નામથી ભગવાન ભોળાનાથ બિરાજમાન છે મધ્યપ્રદેશ નો આ ટાપુ આજે પણ 'માંધાતા ટાપુ 'નામથી ઓળખાય છે. મહાન ચક્રવતી કોલી રાજા માંધાતા નો વૈભવી રાજમહેલ માંધાતા મંદિર તરીકે માંધાતા ટાપુ આજે પણ જોવા મળે છે. ગુજરાતના તરણેતર( ત્રિ નેતરેશ્વર )ના માંધાતાએ 'ત્રિનેત્ર મહાદેવ'ની સ્થાપના કરી હતી. કોલીય વંશના ઈષ્ટદેવ શ્રી માધાતા મહારાજના દર્શન કરાવતી માહિતી મેળવવા માટે પણ બધા સાહિત્ય ઉપલબ્ધ છે.
વંશ પરંપરાગત કહેવામાં આવતી મૌખિક માહિતી મુજબ કોલીય વશનાં વડીલો કહેતા કે, આપણે માંધાતા વંશના છીએ અને માંધાતા આપણા ઇષ્ટ દેવ છે. પૌરાણિક ગ્રન્થોમાં માંધાતાની માહિતી વાંચી શકાય છે. માંધાતા અવદાન કુશીનગરનો ઇતિહાસ જેવા ઘણા બધા બૌદ્ધ કાલીન પાલી ભાષા નાં સાહિત્યમાં પણ કૌલીય વંશ નાં ઇષ્ટ દેવ માંધાતા મહારાજ વિશે માહિતી વાંચી શકાય છે.
હાલના સમયમાં ગુજરાતી, હિન્દી, ભાષામાં લખાયેલ કૌલીય વંશ ઐતિહાસિક સાહિત્યમાં પણ માંધાતા કોલિયવંશ અંગે માહિતી જાણી શકાય છે.સામાજિક સ્તર પર સંશોધન કરનાર કોળી સમાજના અન્ય સમાજના મહાનુભાવો એ શ્રી માંધાતા કોલીય વંશ. અંગે સાબિતી પોતાના એમ.ફિલ અને પીએ. એ ચડી માં મહા નિબંધ માં લખીને યુનિવર્સીટી અને સરકારમાં જમા કરાવેલ છે.પોરબંદર ઘેડ વિસ્તારના કોળી સમાજના એક મહાનુભાવ પુરાતત્વ વિભાગના ઉપપ્રમુખ સ્વ.રામજીભાઈ રાજાભાઈ ગરેજા (પૂર્વ નિવૃત કેળવણી નિરીક્ષક અને ગૂજરાત નાં પુરાતત્વ મંડળ નાં સદસ્ય )શ્રી માન્યતા મહારાજની પુરા તત્તવીય નાં પુસ્તક માં માહિતી ની વિસ્તૃત સમજ આપી છે.
પોરબંદર તાલુકાના કેળવણી નિરીક્ષક અને પોરબંદર તાલુકાના (મંડેર ઘેડ ))ગામના નિવાસી લેખક શ્રી રામભાઈ હાજા ભાઈ બાલસ એ લખેલ સૂર્યવંશી કોળી સમાજ પુસ્તકૅ(સંદર્ભ ગ્રન્થો સાથે ) અને કોળી સમાજના રામસી ભાઈ રાજાભાઈ ગરેજા માધવપુર ઘેડ અને ટુકડા ગામ )એ પણ પોતાના પુસ્તકમાં માંધાતાની મહાનતા લખી છે સૌથી વધુ આધારભૂત માહિતી સંશોધક લેખક પ્રોફેસર અને જાણીતા લેખક યુનિવર્સીટી નાં પી એચ ડી નાં ગાઈડ ડો. કરમણભાઇ રાઘું નંદન ચૌહાણ ઉર્ફે રાઘુનંદન લિખિતૅ કોળી સમાજનાં સાહિત્યમાં મળે છે.
ડો. પ્રોફેસર કરમણભાઈ ચૌહાણ ઉર્ફે રઘુનંદનને ભારતભરમાં ભ્રમણ કરીૅ સમાજ દર્પણૅૅ વિરાંગના જલ કારીબાઈ ૅકોળી સિંહ તાનાજી માલુ સરે, કોળી વીર વેગડાજી ભીલ, હા ભાઈ, અમે નળકાંઠાના કોળીૅ, રાષ્ટ્રના રાષ્ટ્રપતિ :રાર્ષ્ટ્રનાં નાથ શ્રી રામનાથ કોવિદ , શ્રી માંધાતા તિથિ તોરણ ચિત્રાત્મક ફોટા સાથેનું વાર્ષિક કેલેન્ડર કોળીશહીદ કથાઓ, કોળી નારી શકિત, ભગતસિંહ લક્ષ્મણ દાદા, ભુતનાથના ભૂતકાળ, શ્રી રામદેવજી મહારાજ રાજસ્થાનનાં રામ દેવરૉ, માતૃ વંદનાં જેવું કોળી સમાજ નું સંશોધનાત્મક આધાર સાથેનાં દસ્તાવેજ પુસ્તકો નું નિર્માણ પ્રકાશન કર્યું છે.
ગુજરાતમાં જ્યાં જ્યાં કોળી સમાજના સમૂહ લગ્નો, મહા સંમેલનો અને મેળવડામાં પુસ્તક પ્રદર્શન નું આયોજન કરવામાં આવે છે. કોળી સમાજના દસ્તા વેજી પુસ્તકો ખરીદવા લોકો ઉમટે છે ડો.કરમણભાઇ ચૌહાણ અમદાવાદ 'રાઘુનંદન' કોળી સમાજના ઇષ્ટ દેવ શ્રી માધાતા વિશેષ જાણકારી માટે ( મોબાઈલ ૯૮૨૫૪ ૫૧૧૩૪).,રસ ધારાવનરા ઓ સંપર્ક સાધી શકાશે.(૨૩.૩)
સંશોધનાત્મક લેખ
ડો.ઇશ્વરભાઇ ભરડા
પોરબંદર
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
