News of Wednesday, 7th January 2026
વીરપુર હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ માટે લાચાર અને દિવ્યાંગ દર્દીઓની ઉપેક્ષા

વીરપુર, તા.૭: વીરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે આવતા જરૂરિયાતમંદ અને બીમાર દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કાર્ડ કઢાવવા માટે આવતા દર્દીઓ કે તેમના સગા-વહાલાઓ સાથે ઉડાવ જવાબો આપવામાં આવે છે.
ગંભીર બાબત એ છે કે, જે દર્દીઓ વ્હીલચેર પર હોય અથવા ચાલી શકવાની સ્થિતિમાં ન હોય, તેમને પણ પહેલા માળે (ઉપર) ચડવાની ફરજ પાડવામાં આવે છે. જ્યારે સગાઓ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે દર્દી સીડી ચડી શકે તેમ નથી, ત્યારે ''દર્દીને ઉપર જ લાવવા પડશે, બાકી કાર્ડની પ્રોસેસ નહીં થાય.'' મનમાની કરવામાં આવે છે,
વીરપુર સરકારી હોસ્પિટલમાં આરોગ્યને લગતા અનેક વિભાગો આવેલા છે પરંતુ એ વિભાગોમાં ે દર્દીઓને મુશ્કેલીઓ વેઠવી પડે છે, કેટલાક વિભાગના દર્દીઓને ધરમના ધક્કા થઈ રહ્યા છે, તો બીજી તરફ ર્હોસ્પિટલના નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પર રૂમ ખાલી હોવા છતાં, તંત્ર દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી નીચે શરૂ કરવામાં આવતી નથી. માત્ર તંત્રની આળસ અને અણઘડ વહીવટને કારણે ગંભીર બીમાર દર્દીઓને ઉપરના માળે ધક્કા ખાવા પડે છે.તેમજ એમ્બ્યુલન્સની સુવિધાઓ હોવા છતાં દર્દીઓને એમ્બ્યુલન્સની સુવિધાઓની ના પાડી દેવામાં આવે છે,
વીરપુરની જનતા અને જાગૃત નાગરિકોની ઉગ્ર માંગ છે કે, ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તાત્કાલિક તપાસ કરે. અશકત અને વૃદ્ધ દર્દીઓ માટે આયુષ્માન કાર્ડની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ ફ્લોર પર કરવામાં આવે અને યોગ્ય પગલાં લેવામાં આવે.
પ્રેગનેટ મહિલાઓને તેમજ અન્ય સારવાર લેવા આવતા દર્દીઓને સારવારને બદલે ગોંડલ કે રાજકોટ અથવા તો જૂનાગઢ રીફર કરી દેવામાં આવે છે, આ બાબતે વીરપુરના જાગૃત નાગરિકોએ અનેક વાર રોગી સમિતિને,તાલુકા હેલ્થ અધિકારીને તેમજ સ્થાનિક મેડિકલ ઓફિસરને અનેક વાર રજુઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે જોવાનું એ રહ્યું કે લોકોની આરોગ્યની ચિંતા ની મોટી મોટી વાતો કરતી સરકાર આ બાબતે કેવી કાર્યવાહી કરશે એ જોવું રહ્યું. (તસવીર- કિશનસિંહ મોરબીયા- વીરપુર)
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
