<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

જામનગરના જાબુડા પાટીયા નજીક વિદેશી દારૂ બોટલ-૪૦૨ તથા બ્રેઝાકાર મળી રૂ. ૧૧,૨૭,૬૦૦/- મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી જામનગર - એલ.સી.બી.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટના અશોકકુમાર (IPS) અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS)ની આગેવાનીમાં પોલીસ દ્વારા કાર્યવાહી : એક આરોપીની શોધખોળ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭  : શ્રી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર (IPS) નાઓ ધ્વારા પ્રોહીબીશન કેસો શોધી કાઢવા જણાવેલ હોય,જેથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ નાઓને  મળેલ ખાનગી હકિકત મળેલ કે,બ્રેઝા કારમા ધ્રોલ તરફથી ઇગ્લીશ દારૂનો જથ્થો લઇ પસાર થનાર છે.જેથી જાબુડા ગામના પાટીયા પાસે વોચ તપાસમા હતા દરમ્યાન બ્રેઝા કાર જાબુડા ગામના પાટીયા થી અલીયાબાડા થઇ મિયાત્રાગામ તરફ નાશેલ પીછો કરી કાર ચાલક  કિશનભાઇ ઉર્ફે ડેન્કર નાથાભાઇ ગીગડ ઉવ.૩૦ રહે. વિકટોરીયા પુલ પાસે, ભારતવાસ જામનગર મુળ- જાબુડા તા.જી.જામનગર વાળાને વિદેશી દારૂની બોટલ-૪૦૨ તથા બ્રેઝાકાર સાથે પકડી પાડવામા આવેલ,મજકુર વિરૂધ્ધ પો.હેડ કોન્સ.મયુરસિંહ પરમાર એ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ હેડ કોન્સ યુવરાજસિંહ ઝાલા નાઓએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. 

પકડાયેલ આરોપી કિશન ઉર્ફે ડેન્કર નાથાભાઇ ગીગડ ઉવ.૩૦ રહે. વિકટોરીયાપુલ પાસે, ભારતવાસ જામનગર મુળ- જાબુડા ર) અટક કરવાના બાકી 

૧) ઇનાયત ઉર્ફે તોતો ઉર્ફે ટાઇગર ઇબ્રાહીમ મસીયાર રહે.જામનગર, (ફરારી) વિગેરે 

૩) કબ્જે કરેલ મુદામાલઃ- 

ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૪૦૨ કિ.રૂ. ૫,૨૨,૬૦૦/- 

બ્રેઝાકાર કિ.રૂ. ૬,૦૦,૦૦૦/- તથા  મોબાઇલ ફોન-૧  કિ.રૂ. ૫૦૦૦/-   કુલ રૂ. ૧૧,૨૭,૬૦૦/- કબ્જે કરવામા આવેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ.  પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, કાસમ બ્લોચભાઇ,હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, ભરતભાઇ ડાંગર,  યુવરાજસિંહ ઝાલા,મયુદીનભાઇ સૈયદ,ધનશ્યામભાઇ ડેરવાળીયા, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ભયપાલિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા,મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા,ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા,દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે. 

(3:04 PM IST)