તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 7th January 2026
મોરબીમાં મચ્છુ નદીના પટમાંથી ઝુંપડા, લારી અને ગલ્લા સહિતના દબાણો હટાવતી મહાપાલિકા
કાચા પાકા ઝુંપડા સહિતના દબાણો અને કેટલાક રેકડી, ગલ્લા, લારીઓના દબાણ હતા તેને દૂર કરવા માટેની કામગીરી કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં મચ્છુ નદીના પટમાં કરવામાં આવેલા કાચા પાકા ઝુંપડાના દબાણો સહિતના દબાણ હતા તેને દૂર કરવા માટેની કામગીરી મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને આજે મચ્છુ નદીના પટમાં જેટલા પણ દબાણ હતા તેને દૂર કરવામાં આવ્યા છે.
મોરબીમાં મહાપાલિકાની ટીમ દ્વારા વન વોર્ડ વન વીક અંતર્ગત જુદા જુદા વિસ્તારની અંદર જે કાચા પાકા દબાણ હોય છે તેને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજે મોરબીના મચ્છુ નદીના પટમાં જે કાચા પાકા ઝુંપડા સહિતના દબાણો અને કેટલાક રેકડી, ગલ્લા, લારીઓના દબાણ હતા તેને દૂર કરવા માટેની કામગીરી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ શરૂ કરવામાં આવી હતી અને ડેપ્યુટી કમિશનરની હાજરીમાં મહાપાલિકાના કર્મચારીઓ દ્વારા તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન દૂર કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ લાંબા સમયથી અહીંયા લોકો રહેતા હોય માટે નદીનો પટ્ટ ખાલી કરાવવા સમયે માથાકૂટો થતી હોય છે જેથી નદીના પટમાં કોઈપણ પ્રકારના દબાણો ન થાય તે માટે થઈને આ દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
