News of Wednesday, 7th January 2026
મોરબી આરટીઓએ એલ.ઈ કોલેજના વિદ્યાર્થીઓને આપી માર્ગ સલામતી અંગેની સમજુતી.
સેમીનારનો વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લઇ માર્ગ સલામતી અંગે સમજ મેળવી હતી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : તાજેતરમાં મોરબી આરટીઓ દ્વારા માર્ગ સલામતિ માસ ૨૦૨૬ અંતર્ગત એલ.ઈ. ડીપ્લોમા કોલેજ ખાતે માર્ગ સલામતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તકે મોટર વાહન નિરીક્ષક આર એ જાડેજા દ્વારા વિદ્યાર્થીઓને બ્લાઈંડ સ્પોટ, કોન ઓફ વિઝન, સ્ટોપિંગ ડીસ્ટન્સ જેવા ટેકનીકલ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ સેમીનારમનો વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લઇ માર્ગ સલામતી અંગે સમજ મેળવી હતી.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
