<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

શ્રી લોહાણા મહિલા સેવા સમાજ દ્વારા જામનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અંદાજિત 9 લાખ જેટલા રૂપિયાની સ્કોલરશીપ અપાઈ

કાકુભાઈ જમનાદાસ તન્નાના આર્થિક સહયોગથી જામનગરમાં અભ્યાસ કરતા નાત જાતના ભેદભાવ વગરના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ

જામનગર : શ્રી લોહાણા મહિલા સેવા સમાજ દ્વારા આયોજિત અને કાકુભાઈ જમનાદાસ તન્નાના આર્થિક સહયોગથી જામનગરમાં અભ્યાસ કરતા નાત જાતના ભેદભાવ વગરના વિદ્યાર્થીઓને અંદાજિત 9 લાખ જેટલા રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવેલી હતી 

  કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને સમગ્ર હાલાર પંથકના લોહાણા સમાજના પ્રમુખ જીતેન્દ્રભાઈ લાલ રહેલા. સાથે સાથે અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય દિવ્યેસભાઈ અકબરી તથા લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ મોદી સાબુવાળા અને ભાજપ પ્રમુખ  બીનાબેન કોઠારી ઉપસ્થિત રહ્યા હતા

 સંસ્થાના સવિશેષ પરિચય એવા સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી સુલોચના બેન તન્ના એ આપેલ. કાર્યક્રમના અંતે આભાર દર્શન પુષ્પા બેન સોમૈયાએ કરેલ.આ કાર્યક્રમને સ્ફળ બનાવવા શ્રીમતી ક્રિષ્ના બેન તન્ના, શ્રીમતી  નયના બેન તન્ના અને મનીષ ભાઈ તન્નાએ ભારે જહેમત ઉઠાવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન ભાવના બેન પોપટે કરેલ

(10:54 PM IST)