News of Thursday, 8th January 2026
કુંકાવાવ મોટીના જનસંઘ વખતના ભાજપ અને બ્રહ્મસમાજના અગ્રણી સ્વ.ડોલરભાઈ દવેની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શનિવારે વિનામૂલ્યે આયુર્વેદ સર્વ રોગ નિદાન કેમ્પ

રાજકોટ તા.૮: અમરેલી જિલ્લા અને મોટી કુંકાવાવના જનસંઘ વખતના ભાજપ તથા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના અગ્રણી શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્વ.ડોલરભાઈ દયાશંકરભાઈ દવેની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિનામૂલ્યે આયુર્વેદ સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરેલ છે.આ કેમ્પ તા.૧૦ ને શનિવારે સવારે ૯ થી ૨ ‘‘શારદા' શારદા શોપિગ સેન્ટર, દેવળમાં, નિલકંઠ મહાદેવ મંદિર પાસે, સોજીત્રા હોસ્પિટલ પહેલા માળે, કુંકાવાવ મોટી જી. અમરેલી ખાતે યોજાશે.કેમ્પમા દિપ પ્રાગટ્ય ગૌભકત આદરણીય શ્રી ગોબરભાઈ ભગતના વરદ હસ્તે કરાશે.
સાવરકુંડલાના સુપ્રસિધ્ધ વૈધ,ગોલ્ડ મેડાલીસ્ટ ભારત એવોર્ડ વિજેતા ૨૦૨૩, આંતર રાષ્ટ્રીય વિશ્વ રેકોર્ડ ૨૦૨૪ થાઈલેન્ડ ડો. બળભદ્ર મહેતા (વૈદ હોસ્પિટલ સુરત અને સાવરકુંડલાની ટીમ કેમ્પમાં સેવા આપશે. આ કેમ્પમાં આયુર્વેદ અને ફ્રી બોડી ચેકઅપ કેમ્પ, જનરલ અવરનેસની માહિતી આપવામાં આવશે. આ મેડિકલ કેમ્પમાં મોટી કુંકાવાવના તથા તાલુકાના તમામ નાગરીક ભાઈઓ તથા બહેનોને ખુબજ બહોળી સંખ્યામાં આ કેમ્પ નો લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે. વધુ વિગત માટે આયોજક જીતેન્દ્રભાઈ ડોલરભાઈ દવ ે(મો. ૯૪૨૬૨ ૫૦૮૪૮), યોગેશભાઈ ડોલરભાઈ દવે (એડવોકેટ-નોટરી) કુંકાવાવ મોટી (મો.૯૧૦૬૧ ૫૦૬૧૦) ઉપર સંપર્ક કરવો
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
