<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

કાલાવડની હીરપરા કન્‍યા વિદ્યાલયને ટેકવોન્‍ડો સ્‍પોટર્સમાં રાજયકક્ષાએ સુવર્ણ તથા નેશનલ કક્ષાએ સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ

તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ સંચાલિત શૈક્ષણિક સંકુલનું ગૌરવ

કાલાવડ (શિતલા) તા.૮, સ્‍પોટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ચાલતી ‘ટેકવોન્‍ડો ડી.એલ.એસ. એસ.' યોજના હેઠળ ચાલતી શ્રી બી.બી. અને પી.બી. હીરપરા કન્‍યા વિદ્યાલય કાલાવડમાં તાલીમ લઇ રહેલા વિદ્યાર્થીઓ કોડીનારીયા રાશી ગોલ્‍ડ, વનાણી કિરણ ગોલ્‍ડ, વકાતર ધ્રુવી ગોલ્‍ડ, વસોયા જીયા સિલ્‍વર, સંખારવા સૃષ્‍ટી બ્રોન્‍ઝ સંઘાણી એંજલ Poomsae   ઇવેન્‍ટમાં ગોલ્‍ડ Pair Poomsae ઇવેન્‍ટ કોડીનારીયા રાશી ગોલ્‍ડ મેડલ મેળવી તાજેતરમાં ઉત્‍કૃષ્‍ટ સિદ્ધિ હાંસલ કરી છે. તા. ૭ ડિસેમ્‍બર ર૦રપના રોજ સુરત ખાતે યોજાયેલી 3rd ઓપન ગુજરાત સ્‍ટેટ ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપ ર૦૨૫  અને2nd  ફેડરેશન કપમાટેની પસંદગી ટ્રયલ'માં  વિદ્યાર્થીઓએ શાળાનું પ્રતિનિધિત્‍વ કર્યુ હતું.

આગામી2ndફેડરેશન કપ ટ્રાય માટે તેઓ સિલેકટ થયા છે. આ સ્‍પર્ધામાં તેણે  કેડેટ, જુનિયર અને સિનિયર વય જૂથમાં જોરદાર પ્રદર્શન કરી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા છે. આ સિદ્ધિ દ્વારા વિદ્યાર્થીઓએ માત્ર શાળાનું જ નહી પરંતુ સમગ્ર જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

આ પ્રેરણાદાયી સફળતા બદલ જિલ્લા રમત ગમત અધિકારી ટીમ ેમનેજર, સમાજના  ટ્રસ્‍ટીઓ, દાતાશ્રીઓ, તથા આચાર્ય વિશેષ અભિનંદન પાઠવ્‍યા હતા શાળાના શિક્ષક ગણે પણ ખેલાડીના સખત પરિશ્રમને બિરદાવ્‍યો હતો. આ સિદ્ધિ પાછળ ખેલાડીની મહેનતની સાથે સાથે કોચ સુરભી યાદવ અને ટ્રેનર કવાડ ચંદુ  કુશળ માર્ગદર્શન નિણર્ાાયક છે. વિદ્યાર્થીઓની આ જીત અન્‍ય ખેલાડીઓ માટે પણ રમતગમતના ક્ષેત્રમાં શ્રેષ્‍ઠ પ્રદર્શન કરવા માટેની પ્રેરણા બની છે.

(11:11 AM IST)