<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

સુરેન્‍દ્રનગર કલેકટર રાજેન્‍દ્ર પટેલ જમીન કૌભાંડમાં જેલ હવાલે

સસ્‍પેન્‍ડ કલેકટરના લેપટોપ, પેન ડ્રાઇવ મોબાઇલ, ડોકયુમેન્‍ટ જપ્‍ત કરીને તપાસનો ધમધમાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૮: સુરેન્‍દ્રનગર જિલ્લામાં જમીન કૌભાંડને લઈ તત્‍કાલીન સસ્‍પેન્‍ડ કલેક્‍ટર રાજેન્‍દ્ર પટેલની ઇડી વિભાગ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને ત્‍યારબાદ જરૂરી ડોકયુમેન્‍ટ પણ તત્‍કાલીન કલેકટરના બંગલામાંથી જપ્‍ત કરવામાં આવ્‍યા હતા જેમાં રાજેન્‍દ્ર પટેલ નું લેપટોપ મોબાઈલ ફોન અને પેન ડ્રાઈવ સહિતના વિવિધ પ્રકારના ડેટા સંગ્રહ કરતા સાધનો અને પણ એજન્‍સી દ્વારા જપ્ત કરી અને ત્‍યારબાદ રાજેન્‍દ્ર પટેલની અટકાયત કરી લઈ અને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી

પરંતુ ત્‍યારબાદ ઇડી વિભાગના અધિકારીઓ દ્વારા તત્‍કાલીન સસ્‍પેન્‍ડ કલેક્‍ટર રાજેન્‍દ્ર પટેલને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્‍યા હતા અને ત્‍યાં રિમાન્‍ડ માંગવામાં આવ્‍યા હતા તત્‍કાલીન સસ્‍પેન્‍ડ કલેક્‍ટર રાજેન્‍દ્ર પટેલના કોર્ટ દ્વારા ૦૭ જાન્‍યુઆરી સુધીના રિમાન્‍ડ આપવામાં આવ્‍યા હતા ત્‍યારે રિમાન્‍ડ પૂર્ણ થતા હોવાના પગલે ઇડી દ્વારા રાજેન્‍દ્ર પટેલને કોર્ટમાં હાજર કરવામાં આવ્‍યા હતા.

રાજેન્‍દ્ર પટેલની પૂછપરછ દરમિયાન ઇડી વિભાગને મળેલી ખાનગી વહીવટની ફાઈલો તેમજ અન્‍ય તપાસ કરતાં મળેલા પુરાવાઓનો રિપોર્ટ કોર્ટ સમક્ષ પણ રજૂ કરવા અંગેની તજવીજ શરૂ કરવામાં આવી છે જમીન એન.એ કૌભાંડમાં ખેલ પાડવામાં આવતો હતી જેમાં સુરેન્‍દ્રનગરના તત્‍કાલીન કલેકટર રાજેન્‍દ્ર પટેલના ગજવામાં ૫૦% રકમ અધિક કલેકટર આર.કે ઓઝા પાસે ૨૫્રુ રકમ અને મયુર દવે કે જે ચીટનીસ તરીકે ફરજ બજાવી રહ્યા તે પણ ૧૦્રુ જેટલી લાંચ ની રકમ લેતા હોવાનું સામે આવ્‍યું હતું અને હવે ટૂંક સમયમાં અધિક કલેક્‍ટર આર કે ઓઝા અને મયુર દવેની પણ અટકાયત થવાના એંધાણ વળતા રહ્યા છે સુરેન્‍દ્રનગર જિલ્લાના ભષ્ટાચારી અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે આજે રાજેન્‍દ્ર પટેલને કોર્ટમાં હાજર કરી અને વધુ તપાસ ઇડી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે અને મીડિયાથી સસ્‍પેન્‍ડ તત્‍કાલીન કલેકટર રાજેન્‍દ્ર પટેલ બચી જાય એ માટે પાછળના ગેટથી રજૂ કરવામાં આવ્‍યા હતા. પરંતુ તે છતાં પણ મીડિયા ત્‍યાં પહોંચી જતા પરિવાર વાળાએ કેમેરા પર હાથ આડા કર્યા હોવાનું સામે આવ્‍યું છે હાલમાં જેલ હવાલે પર રાજેન્‍દ્ર પટેલને કરવામાં આવ્‍યા છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

(11:31 AM IST)