News of Thursday, 8th January 2026
ઠંડીની તિવ્રતા વધીઃ ગિરનાર ૭.૬, નલીયા ૯ ડીગ્રી
લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગતા લોકો ઠંડીમાં ઠુંઠવાયાઃ રાત્રે-વહેલી સવારે ટાઢોડુ

રાજકોટ તા. ૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની તિવ્રતામાં વધારો થયો છે. આજે ગિરનાર ઉપર ૭.૬ નલીયા ૯, રાજકોટ ૧૦.૧, ભુજ ૧૦.ર, અમરેલી ૧૧.૬, ડીસા ૧૧.૪, જુનાગઢ ૧ર.૬, જામનગરમાં ૧૧ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : જુનાગઢ શહેર અને જિલ્લામાં આજે પણ ઠંડીનું મોજુ યથાવત રહેતા ગિરનાર પર્વત ઉપર ૭.૬ અને જૂનાગઢમાં ૧૨.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગઈકાલે ગિરનાર પર્વત ઉપર ૮.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યા બાદ આજે પારો નીચે ઉતરીને ૭.૬ ડિગ્રીએ સ્થિર થતા પર્વતીય વિસ્તારમાં ઠંડી વધુ આક્રમક બની હતી. જુનાગઢ શહેરમાં પણ લઘુતમ તાપમાન ઘટીને ૧૨.૬ ડીગ્રી નોંધાયું હતું જેની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા રહ્યું હતું અને ૭.૪ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા શીતલહેર દોડી ગઈ હતી.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરમાં લઘુતમ તાપમાન ઘટતા અને પવનની ઝડપ વધતા ઠંડીની તીવ્રતા વધી છે.
ગોહિલવાડ પંથકમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આજે ગુરુવારે ભાવનગર શેનું લઘુત્તમ તાપમાન ઘટીને ૧૪.૬ ડિગ્રી નોંધાયું હતું. પવનની ઝડપ વધીને ૧૦ કિમી ઙ્કતિ કલાકની થતા ઠંડી ની તીવ્રતા વધી છે. આજે સવારે વાતાવરણમાં ભેષ નું ઙ્કમાણ ૮૧્રુ હતું. ઠંડીને કાલે રાત્રિના સમયે રસ્તા ઉપર લોકોની અવરજવર પણ ઙ્કમાણ માં ઓછી જોવા મળી રહી છે. ઠંડો પવન ફૂંકાતા લોકોએ ગરમ વષાોનો સહારો લેવો પડી રહ્યો છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૧, મહત્તમ તાપમાન રપ, ભેજનું પ્રમાણ ૬૮ ટકા, પવનની ગતિ કિ. મી. રહી હતી.

(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
