News of Thursday, 8th January 2026
સાવરકુંડલાઃ સુરતની સર્વે ગ્રાન્ટેડ અને સરકારી હાઈસ્કૂલોમાં પ્રાથમિક આરોગ્ય સારવાર કીટનું વિતરણ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૮: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા ૨૦૨૩ નો પરિચય થાય તેમ જ પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ ૨૦૨૭ની તૈયારીના ભાગરૂપે શાળા વાઇઝ રોડમેપ તૈયાર કરવા શાળાઓના વડાઓની વ્યવસાયિક સજ્જતામાં અભિવૃદ્ધિ કરવાના શુભ આશય સાથે સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે પ્રાચાર્ય શ્રી હિરેનભાઈ વ્યાસ અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડો. ભગીરથસિહ પરમારના માર્ગદર્શન હેઠળ ૬ થી ૮ જાન્યુઆરી ત્રણ દિવસ સુરત શહેર અને જિલ્લાના તમામ ગ્રાન્ટેડ અને સરકારી હાઇસ્કુલોના આચાર્યશ્રીઓની તાલીમનું જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા આયોજન કરેલું છે.
આ તાલીમ દરમિયાન લાયન્સ ક્લબ ઓફ સુરત અને જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટના સૌજન્યથી સુરત શહેર અને જિલ્લાની તમામ ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓને પ્રાથમિક આરોગ્ય સારવાર કીટ એનાયત કરવામાં આવી. તાજેતરમાં નવી નિયુક્તિ પામેલા સર્વે શિક્ષણ નિરીક્ષકશ્રીઓ, ડાયટના પ્રાધ્યાપશ્રીઓ અને ઘણી બહોળી સંખ્યામાં આચાર્યશ્રીઓની હાજરીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, ડાયટના પ્રાચાર્યશ્રી અને સૌજન્ય સંસ્થાના અગ્રણીશ્રી નવનીતભાઈ ગોપાણીના વરદ હસ્તે સુરત શહેર આચાર્ય સંઘના પ્રમુખશ્રી કિશોરકુમાર જાની, અધ્યક્ષશ્રી વિજયકુમાર બારોટ, જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ શ્રી ગીરધરભાઈ ટંડેલ, મહામંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, શ્રી પારસભાઈ મોદી વગેરે આચાર્યોને શાળામાં વિધાર્થીઓ તથા અન્ય તમામ માટે ત્વરિત ઉપયોગમાં લઇ શકાય તેવા ઉમદા સેવાભાવથી પ્રાથમિક સારવાર અર્થે આરોગ્ય કીટ પ્રતીક રૂપે અર્પિત કરવામાં આવી
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
