News of Thursday, 8th January 2026
ધીરેન કારીયાની અટકાયત કરતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ
રાજ્યના લિસ્ટેડ બુટલેગર સાતેક માસથી સંગઠીત ગુન્હાહિત ગેંગના લીડર ઇનામી વોન્ટેડ આરોપી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ, તા.૮: જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના લિસ્ટેડ બુટલેગર તથા સાતેક માસથી સંગઠીત ગુન્હાહિત ગેંગના લીડર ઇનામી વોન્ટેડ આરોપી ધીરેન ઉર્ફે ડી.કે. અમળતલાલ કારીયાને શોધી કાઢવા અંગે પોલીસ ઇન્સ્પેક્ટર કળણાલ એમ.પટેલ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ નાઓને સુચના કરેલ હોય જે આધારે ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. કળણાલ એમ.પટેલ દ્વારા સતત ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલ્સીજન્સ આધારે આરોપી ધીરેન કારીયાની છુપાવવાની તમામ સંભવિત જગ્યાઓ તથા સાગરિતોની તપાસમાં રહી શોધી કાઢવા પુરતા પ્રાયાસો હાથ ધરવામાં આવેલ જે પ્રયત્નોના અંતે આરોપી ધીરેન કારીયા રાજસ્થાન રાજ્યના અજમેર ખાતે હોવાની બાતમી હકીકત મળતા તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચના પો.સ.ઇ. ડી.પી.ભાટી તથા પો.કોન્સ.ગવરાજસિંહ અહાડા તથા દેવેનભાઇ સિંધવ તથા અરવિંદભાઇ સોલંકી તથા જયેશભાઇ બાંભણીયા નાઓની તાત્કાલીક ટીમ બનાવી રાજ્સ્થાન ખાતે રવાના કરી મજકુર ઇસમ અજમેર જિલ્લાના આદર્શન નગર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી મળી આવતા હસ્તગત કરી અત્રે લાવી રજુ કરતા ધોરણસર કાર્યવાહી કરેલ છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ટોપ- ૨૫ લીસ્ટ પૈકીનો લીસ્ટેડ બુટલેગર ધીરેન ઉર્ફે ડી.કે. અમળતલાલ કારીયા રહે. રાયજીબાગ, નોબલ પ્લેટેનીયમ, બ્લોક નં.૮૦૧, જૂનાગઢ જી. જૂનાગઢ વાળો પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને હરીયાણા, રાજસ્થાન, પંજાબ, દમણ રાજ્યમાંથી વિદેશી દારૂની હેર-ફેર કરવા માટે ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવેલ છે. આ ટોળકીના મુખ્ય સુત્રધાર ધીરેન ઉર્ફે ડી.કે. અમળતલાલ કારીયાએ મોટો આર્થિક નફો મેળવવા ગે.કા. રીતે બહારના રાજયમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વિપુલ પ્રમાણમાં મંગાવી તેની હેરફેર કરવા માટે એક ગેંગ ઉભી કરેલાનુ જણાઇ આવતા ધીરેન કારીયા સહીત ૮ આરોપી વિરુધ્ધ જૂનાગઢ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૪૨૫૦૨૦૧/૨૦૨૫ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C.) એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા(૧)(૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ તેમજ અગાઉ કુલ-૮ ઇસમોને અટક કરવામા આવેલ
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
