<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

મોરંગીમાં સગીરાનું ગળાફાંસો ખાઈ જતા, વિસળીયામાં ઝેરી દવા પી જતા પરણીતાનું, પાડરશીંગામાં પ્રૌઢનું ગળાફાંસો ખાઈ જતા મોત

 

અમરેલી તા.૮: અમરેલી જીલ્લામાં દિનઙ્ઘતિદિન અપમળત્‍યુંના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે.ત્‍યારે જીલ્લામાં વધુ ત્રણ અપમળત્‍યુંના બનાવો પોલીસ મથકમાં જાહેર થયા હતા.જેમાં મોરંગીમાં સગીરાનું ગળાફાંસો ખાઈ જતા, વિસળીયામાં ઝેરી દવા પી જતા પરણીતાનું, પાડરશીંગામાં ઙ્કૌઢનું ગળાફાંસો ખાઈ જતા મોત નિપજયું હતું.

રાજુલા તાલુકાના મોરંગી ગામે ભકિતબેન ગોબરભાઈ ભુત ઉ.વ. ૧૬ ને તેની માતાએ મોબાઈલ ફોન વાપરવાની ના પાડતા પોતાને લાગી આવતા ગળાફાંસો ખાઈ જતા દવાખાને ખસેડાતા સારવાર દરમ્‍યાન મોત નિપજયાનું પિતા ગોબરભાઈ સોંડાભાઈ ભુતે ડુંગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં રાજુલા તાલુકાના વિસળીયા ગામે મનુબેન એભલભાઈ બારૈયા ઉ.વ.૩૦ ને મોઢાના ભાગે ચાંદી પડેલ હોય.જે ચાંદી કેન્‍સરની હશે તો કેન્‍સર થશે. તો શું કરશે.તેવી સતત ચિંતા કરી ઝેરી દવા પી જતા મોત નિપજયાનું પતિ એભલભાઈ ગોવિંદભાઈ બારૈયાએ મરીન પીપાવાવ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.ત્રીજા બનાવમાં લાઠી તાલુકાના પાડરશીંગા ગામે ચંદુભાઈ વાલજીભાઈ હરસોરા ઉ.વ.૫૧ ના છુટાછેડા થઈ ગયેલ હોય.અને એકલવાયું જીવન જીવતા હોય.સતત દુઃખી રહેતા હોવાથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ જતા મોત નિપજયાનું ભરતભાઈ વાલજીભાઈ હરસોરાએ દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

(1:19 PM IST)