<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

જૂનાગઢમાં પકડાયેલ ડુપ્‍લીકેટ વિદેશી દારૂ ફેક્‍ટરી કેસમાં આરોપી જેલ હવાલે

મુખ્‍ય આરોપી પ્રતાપ સોલંકીને પકડવા ચક્રો ગતિમાન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૦૮:  શહેરના ધરારનગરમાં કોલેજની સામે રહેતા પ્રતાપ શિવુભા સોલંકીએ પરમાર વાડીની બાજુમાં શરૂ કરેલી ડુપ્‍લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્‍ટરી પકડી પાડી પોલીસે નકલી દારૂ બનાવવાના સાધનો સહિત રૂપિયા ૧૪,૦૨,૯૧૦નો મુદામાલ કબજે કર્યો હતો. સ્‍થળ પરથી ઙ્કતાપના ભાઈ રઘુવીરસિંહ ઉર્ફે રઘુની ધરપકડ કરી તપાસનીશ પીએસઆઇ વાય. એન. સોલંકીએ ૧ દિવસના રિમાન્‍ડ પર મેળવી પૂછપરછ હાથ ધરી હતી.

ગઈકાલે સાંજે રિમાન્‍ડ પૂરા થતા આરોપીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો જેના પગલે જૂનાગઢ જિલ્લા જેલમાં ધકેલી દીધો હતો. આ કેસમાં મુખ્‍ય આરોપી પ્રતાપ સોલંકી સહિતના શખ્‍સો ફરાર હોય તેને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.(

(1:22 PM IST)