<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

વિસાવદરમાં જલારામ કટલેરીથી રેલ્‍વે ફાટક સુધીના રસ્‍તાનુ નવીનીકરણ કરો

 

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૮: શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને પાલિકાના વર્તમાન સદસ્‍ય નિલેશભાઈ આર.દવેએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, જિલ્‍લાના પ્રભારી મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાને લેખિત પત્ર પાઠવી જણાવેલ છે કે,  શહેરના મધ્‍યમાં આવેલ જલારામ કટલરીથી રેલ્‍વે ફાટક સુધીનો રોડ અત્‍યારે ખુબજ ખાડાવાળો તેમજ ખરબચડો છે.

અને તેના ઉપરથી આવન જાવન કરવામાં વિસાવદરની જનતાને તથા આજુબાજુના ગ્રામજનોને ખૂબજ મુશ્‍કેલી પડે છે. જેથી લોકો દ્વારા અમોને અવાર-નવાર રજુઆતો કરવામાં આવે છે. હાલ રાજ્‍ય સરકારે  તંત્રને આખા રાજ્‍યના રસ્‍તાઓનું નવિનીકરણ કરવાના આદેશ આપેલ હોય એ મુજબ વિસાવદર શહેરમાંમાં પણ ઉપરોક્‍ત રોડનું નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ છે. આ પત્રની નકલ સાંસદ રાજેશભાઇ ચુડાસમાને પણ મોકલાઈ છે

(1:23 PM IST)