<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

રાજુલામાં પ્રૌઢના બાઈક સાથે ફોરવ્‍હીલ ભટકાવી હડધુત કરી મારમારી ધમકી

અગાઉ આરોપી વિરુધ્‍ધ એટ્રોસીટીની ફરિયાદ કરેલ જેનું મન દુઃખ રાખી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૮: રાજુલા ખોજા સોસાયટીમાં ગોવિંદભાઈ આણંદભાઈ બોરીચા ઉ.વ.૫૨ પોતાના દિકરાને રાજુલા ખોજા સોસાયટીમાં ટયુશનમાં મુકીને બાઈક લઈને ઘરે પરત આવતા તેવામાં વિજય મંગળુભાઈ વરૂ રહે. રાજુલાવાળાએ સફેદ કલરની ફોરવ્‍હીલમાં આવેલ અને બાઈક સાથે ટકકર મારી ગોવિંદભાઈને પછાડી દઈ વિજય તથા છત્રપાલ ચંદ્રકિશોરભાઈ વાળા રહે. અમરેલીવાળાએ ફોરવ્‍હીલમાંથી પાઈપ લઈ મારવા ઉતરી તેવામાં ગોવિંદભાઈ ઉભા થઈ રોડ તરફ જતા આરોપીઓએ દોડીને ગોવિંદભાઈ પાસે આવી બંને પગના ગોઠણના નીચેના ભાગે આડેધડ પાઈપથી મારમારી જમણા પગમાં ફેકચર કરી ડાબા પગે મુંઢમાર મારી તેમજ જમણા હાથની હથેળીના ભાગે ઈજા પહોંચાડી તથા શરીરે આડેઘડ ઢીકાપાટું વડે મુંઢમાર મારી ગાળો બોલી ગોવિંદભાઈએ અગાઉ આરોપી વિરુધ્‍ધ એટ્રોસીટીની ફરિયાદ કર્યાનું મનદુઃખ રાખી  હડધુત કરી ફરિયાદ પાછી ખેંચી લેવાની ધમકી આપી આખા પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધારીના છતડીયા નજીક બેને ઈજા

છતડીયા ગામથી એકાદ કિ.મી.આગળ રેલ્‍વે ફાટક નજીક છતડીયા ગામના રાજેશભાઈ બચુભાઈ જાળેરા ઉ.વ.૪૫ તથા સુખાભાઈ ધનજીભાઈ પરમાર બાઈક જી.જે.૧૪ બી.સી.૪૫૩૩ જસાપર ગામના સામાકાંઠે ખોડીયાર મંદિર પાસેથી લાકડા કાપી બપોરના સમયે ટીફીન લેવા પરત પોતાના ઘરે જતા હોય.તે દરમ્‍યાન છતડીયાથી એકાદ કિ.મી.આગળ રેલ્‍વે ફાટક નજીક છતડીયા ગામ તરફ જવાના રોડ તરફ જતા સામેથી એક ગ્રે કલરની ફોરવ્‍હીલ જી.જે.૦૪ એ.પી.૧૫૩૩રોન્‍ગ સાઈડમાં માણસોની જીંદગી જોખમાઈ તે રીતે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી રાજેશભાઈને કપાળ અને કમરના ભાગે તથા સાથળના ભાગે સામાન્‍ય ઈજા કરી સુખાભાઈ ધનજીભાઈ પરમારને માથામાં હેમરેજ જેવી ઈજા કરી ગુનો કર્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

લાઠીમાં બાઈક સાથે ઓટોરીક્ષા અથડાતા

લાઠીમાં ઉપેન્‍દ્રભાઈ કરશનભાઈ પરમાર પોતાનું હીરો હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર જી.જે. ૧૪ એ.ઈ. ૨૨૫૯ નું લઈને લાઠીથી અમરેલી તરફ જતા હતા.તે વખતે લાઠી અમરેલી રોડ ઉપર આવેલ મધુરમ સીએનજી પંપ સામે રોડ ઉપર પહોંચતા કોઈ અજાણ્‍યા ઓટો રીક્ષાના ચાલકે સામેથી પુરઝડપે અને બેફીકરાઈથી રીક્ષા ચલાવી બાઈક સાથે ભટકાવી ઉપેન્‍દ્રભાઈને માથાના પાછળના ભાગે ૧૧ ટાંકા આવે તેવી ગંભીર ઈજા કરી ડાબા હાથની વચ્‍ચેની આંગળીમાં ફેકચર કરી બંને પગમાં છોલાણ કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે.

અમરેલીમાં બે રીક્ષા ચાલકો સામે ગુનો

અમરેલી બેંક ઓફ બરોડા સામે પુના પાચાભાઈ સુરાચંદા ઓટો રીક્ષા જી.જે.૦૧ બી.એકસ. ૪૯૨૭ ટ્રાફીકને અડચણરૂપ રાખતા પો.કોન્‍સ.રોહિત ભાઈ પરમારે તેમજ મોટા બસસ્‍ટેશન પાસે અરવિંદ જેઠાભાઈ ધાધલ ઓટો રીક્ષા જી.જે.૦૧ ટી.એફ. ૪૨૩૩ ટ્રાફીકને અડચણરૂપ રાખતા પો.કોન્‍સ.અશોકસિંહ મોરીએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દામનગરમાં ચાઈનીઝ દોરી સાથે ઝડપાયો

દામનગરમાં અધિક જીલ્લા મેજીસ્‍ટ્રેટના પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જાહેરનામાનો ભંગ કરતા સાહીલ નુરમહમદભાઈ સેરસીયા ચાઈનીઝ દોરીની ત્રણ ફીરકી રૂા.૬૦૦ ના મુદામાલ સાથે પો.કોન્‍સ.નિકુલસિંહ રાઠોડે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

વડિયામાં જાહેરમાં બખેડો કરતા

વિડયામાં ઉછીના પૈસાની લેતીદેતી બાબત જાહેરમાં બખેડો કરી સુલેહશાંતિનો ભંગ કરતા હર્ષદ જીતેન્‍દ્રભાઈ ભટી,રાજ જયેશભાઈ પરમાર, મોહીત રાજુભાઈ પાડલીયાને હે.કોન્‍સ.ભરતભાઈ મોરવાડીયાએ ઝડપી લઈ કાર્યવાહી હાથ ઘરી હતી.

(1:24 PM IST)