<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

જેતપુરની પુરૂષોત્તમ ધામ - વ્રજધામ હવેલીનો પાટોત્‍સવ ઉજવાયોઃ શ્રી વલ્લભ ચરિત્રામળતનું હજારો વૈષ્‍ણવોએ રસપાન કર્યું

જેતપુરઃ શહેરના સુદામા નગર માં આવેલ શ્રી પુરૂષોત્તમ ધામ તેમજ નવાગઢ ખાતે આવેલ શ્રી વ્રજધામ હવેલીના વાર્ષિક પાટોત્‍સવ નિમિતે બિરાજતા  ઠાકોરજીનો અન્નકૂટ મહોત્‍સવ તેમજ ત્રી દિવસીય શ્રી વલ્લભ ચરિત્રામળત નું આયોજન કરાયું.   ક્રાંતિકારી વૈષ્‍ણવ આચાર્ય પૂ. કળષ્‍ણકુમારજી મહોદય ની અધ્‍યક્ષતામાં યોજાતા દરેક ઉત્‍સવોમાં શહેર તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારના વૈષ્‍ણવો ઉમટી પડે છે. શ્રી પુરૂષોતમધામ તેમજ નવાગઢની શ્રી વ્રજધામ હવેલીના વાર્ષિક પાટોત્‍સવ નિમિતે ત્રણ દિવસના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શ્રી શ્રી આશ્રયકુમારજી ના મુખેથી શ્રી વલ્લભ ચરિત્રામળત નું રસપાન દરમિયાન લેઉવા પટેલ સમાજ ની વાડી ધોરાજી રોડ ખાતે  કરવામાં આવેલ. આ વલ્લભ ચરિત્રામળત નું રસપાન કરવા તેમજ ઠાકોરજીના અન્નકૂટ ના દર્શન નો લ્‍હાવો લેવા હજારો વૈષ્‍ણવો ઉમટી પડ્‍યા હતા. આ ઉત્‍સવમાં મુખ્‍ય મનોરથી જયેશભાઈ રાદડિયા, રમેશભાઈ ધડુક, રાજુભાઈ હીરપરા, જેન્‍તીભાઇ રામોલિયા,  અશોકભાઈ રાદડિયા, હરેશભાઈ ગઢીયા, ઉમેશભાઈ પાદરીયા, સંજયભાઈ વેકરીયા વલ્લભભાઈ કમાણી, સહિતના ઉપસ્‍થિત રહી લાભ લીધો હતો. વૈષ્‍ણવાચાર્ય પરિવારના સાનિધ્‍યમાં આ ઉત્‍સવમાં નંદ મહોત્‍સવ,  વિવાહ ખેલ, રાસોત્‍સવ, સતધરા ઉત્‍સવ, રસિયા નું આયોજન કરવામાં આવેલ હતું. આ ઉત્‍સવને સફળ બનાવવા પ્રમુખ વીરજીભાઈ વેકરીયા સહિત, મહિલા મંડળ, યુવા ટીમ તેમજ સમિતિ એ જહેમત ઉઠાવી હતી.

(1:25 PM IST)