તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 8th January 2026
ખંભાળીયામાં અકસ્માત સર્જી બેના મૃત્યુ નિપજાવનાર ગઢેચીનો ચાલક ઝડપાયો

ખંભાળીયા તા. ૮: ગઇ તા.૦૨/૦૧/૨૦૨૬ ના ફરીયાદીશ્રીના ત્રણ સબંધીઓ મો.સા. જેના રજી.નં.GJ-10-Cl-0950 વાળુ લઇ જતા હોય તે દરમ્યાન દાંતા ગામની ગોલાઇ થી મામા દેવના મંદિરને વચ્ચે એક અજાણ્યા ફોર વ્હીલરના ચાલકએ મો.સા.ને પાછળથી ઠોકર મારી ફરીયાદીશ્રીના સબંધીઓને ગંભીર ઇજાઓ કરી જેમાં બે ઇસમોનુ મોત થયેલ તથા મો.સા.માં બેઠેલ એક ઇસમને માથાના ભાગે ઇજાઓ કરી ફોર વ્હીલર લઇ નાસી જઈ ગુન્હો કરેલ હતો.
જે અનુસંધાને ઇ.ચા.નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.પી.માનસેતા ફોર ચાલક આરોપીને તાત્કાલિત શોધી કાઢવા માર્ગદર્શન આપવામા આવેલ.
જે બનાવ અનુસંધાને ઇ. ચા. પો.ઇન્સ. એન.એચ.જોષી નાઓ દ્વારા ફોર વ્હીલર તથા ફોર વ્હીલર ચાલક આરોપીને શોધવા ખંભાળીયા પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ. વી.આર.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફ ની ખાસ ટીમ બનાવી ફોર વ્હીલરની ઓળખ તથા આરોપીને શોધી કાઢવા CCTV ફુટેજો તથા ટેક્રિકલ એનાલીસિસ અને હ્યૂમન સોર્સિસથી તપાસ કરવામાં આવેલ.
પ્રકાશભા પ્રતાપ સુમણીયા ઉવ.૨૭ ધંધો-મજુરી રહે ગઢેચી ગામ તરખળા વાડી વિસ્તાર તા.દ્વારકા ને ઝડપી લેવાયેલ. આ કામગીરી ઇ.ચા. પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ.જોષી, પો.સબ.ઇન્સ. વી.આર.વસાવા, ASI હેમતભાઇ નથુભાઇ નંદાણીયા HC ભરતભાઇ માલદેભાઈ જમોડ, બલુભાઇ સામુભાઇ ગઢવી (પો.સ.ઇન્સ. રાઇટર), દિવ્યરાજસિંહ પળથ્વીરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, કાનાભાઇ રાણાભાઈ લુણા, યોગ રાજસિંહ દિલીપસિંહ ઝાલા, અરજણભાઇ રાયદેભાઈ આંબલીયા, માંડણભાઇ રાયદેભાઈ ગઢવી (પો.સ.ઇન્સ. રાઇટર)એ કરી હતી.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
