<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ઓલ ઇન્‍ડિયા BSNL DOT પેન્‍શનર્સ એશોસીએશન AIBDPAની પાંચમી

ત્રીવર્ષીય ઓલ ઇન્‍ડિયા કોન્‍ફરન્‍સ યોજાઇ

જામનગર, તા. ૮ : ઓલ ઇન્‍ડિયા BSNL DOT પેન્‍શનર્સ એશોસીએશન AIBDPA ની પાંચમી ત્રીવર્ષીય ઓલ ઇન્‍ડિયા કોન્‍ફરન્‍સ (AIC) તામીલનાડુ (મદ્રાસ) રાજ્‍યના કોઈતુર, લોટસ મહલ, કોઈમ્‍બુર-ખાતે તા.૧૭.૧૨.૨૦૨૫ થી તા.૧૮.૧૨.૨૦૨૫ દરમ્‍યાન યોજાયેલ. ગુજરાતમાંથી દરેક ડીસ્‍ટ્રીકટ બ્રાંચમાંથી કુલ ૭૩ સભ્‍યો મનુભાઈ ચનિયારા AIBDPAના ગુજરાતના સેક્રેટરી તથા સેન્‍ટ્રલ હેડ કવાટરના વાઈસ પ્રસિડેન્‍ટ અને એન.એન. પટેલ AIBDPAના ગુજરાતના પ્રમુખશ્રીની આગેવાનીમાં અને ભારતભરમાંથી ૯૬૪ અને જામનગરના ૧૧ આર.એ. મહેતા, ડી.જે.કનખરા, ટી.એચ.ગોહીલ, પી.પી. મકવાણા, એમ.યુ. શેઈખ, વી.એલ. યાદવ, આઈ.એચ. શેઈખ વિગેરે ડેલીગેટસ કોઈમ્‍તુર ખાતે જોડાયેલ.

તા.૧૮.૧૨.૨૦૨૫ના રોજ ગુજરાત સર્કલના સર્કલ સેક્રેટરી મનુભાઈ ચનિયારાનું ઓલ ઇન્‍ડિયા BSNL DOT પેન્‍શનર્સ એશોસીએશનની પાંચમી ત્રીવર્ષીય ઓલ ઇન્‍ડિયા કોન્‍ફરન્‍સમાં AIBDPAના જનરલ સેક્રેટરી કે.જી. જયરાજ દ્વારા સન્‍માન કરવામાં આવેલ. ગુજરાત સર્કલના સર્કલ સેક્રેટરી શ્રી મનુભાઈ ચનિયારાનું સન્‍માનથી જામનગર ડીસ્‍ટ્રીકટ બ્રાંચ ગૌરવની લાગણી અનુભવે છે. એમને જામનગરની સાથોસાથ ગુજરાતને સન્‍માન અપાવેલ છે.

ઓલ ઇન્‍ડિયાના અને ગુજરાતના હોદેરારો એ ઓલ ઇન્‍ડિયા કોન્‍ફરન્‍સમાં AIBDPAના જનરલ સેક્રેટરી  કે. જી. જયરાજ દ્વારા મનુભાઈ ચનિયારાનું સન્‍માન કરાતા શુભેચ્‍છા અને અભિનંદન પાઠવવા આવેલ હોવાનું એન. એન. કનેરિયા ડીસ્‍ટ્રીકટ સેક્રેટરી જામનગર દ્વારા જણાવવામાં આવેલ છે. ગુજરાતમાંથી મનુભાઈ બી. ચનિયારા વાઈસ પ્રેસિડેન્‍ટ અને એ. જે. ગોસાઈ ઓર્ગેનાઈઝેશન સેક્રેટરી તરીકે ચુંટવામાં આવેલ. તસવીર : કિંજલ કારસરીયા

(1:30 PM IST)