News of Thursday, 8th January 2026
જામનગર પાસે પોણા ત્રણ લાખનો દારૂ કારમાં લઈ જતા ઝડપાયોઃ બે આરોપી નાસી છૂટયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: જામનગર ઠેબા ચોકડી નજીકથી ફીએસ્ટા કાર નંબર જી.જે.૧૦ એફ ૯૭૨૮ માં યશપાલસિંહ ઉર્ફે ગડીયો નરેન્દ્રસિંહ જાડેજા રહે.જામનગર વાળો ઇગ્લીશ દારૂનો જથ્થો લઇ પસાર હોવાની હકિકત આધારે ફીએસ્ટા કાર કોર્ડનમાથી યશપાલસિંહ ઉર્ફે ગડીયો રહે.મચ્છરનગર વાળાને પકડી પાડવામા આવેલ, મજકુર હસ્તકની ફીએસ્ટા કારમા ગ્રીન લેબલ વ્હીસ્કી - બોટલ - ૨૪૬ તથા કાર,મો.ફોન કબ્જે કરી કાર્યવાહી કરેલ છે.
જ્યારે (૧) હિતેન્દ્રસિંહ ઉર્ફે વેલ્ડીંગ વિક્રમસિંહ વાળા રહે. પુનીતનગર જામનગર તથા (૨) ઇનાયત ઉર્ફે તોતો ઉર્ફે ટાઇગર ઇબ્રાહીમ મસીયાર રહે. જામનગર નાસી ગયેલ અને ઇંગ્લીશ દારૂ બોટલ નંગ- ૨૪૬ કિ.રૂ. ૨,૭૦,૬૦૦/ ફોર્ડ ફીએસ્ટા કાર કિ.રૂ. ૨,૦૦,૦૦૦/ તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ. ૫૦૦૦/ કુલ રૂ. ૪,૭૫,૬૦૦/ કબ્જે કરવામા આવેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, કાસમ બ્લોચભાઇ, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, ભરતભાઇ ડાંગર, યુવરાજસિંહ ઝાલા, મયુદીનભાઇ સૈયદ, ધનશ્યામભાઇ ડેરવાળીયા, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ભયપાલિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
