<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

કાલે પડધરીમાં લીમડાવાળા મેલડીમાં તથા શ્રી મનોકામના હનુમાનજી મહારાજનો પાટોત્‍સવ

શ્રી હનુમાન ચાલીસા હોમાત્‍મક યજ્ઞ, ધ્‍વજારોહણ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા., ૮: હિન્‍દુ ઉત્‍સવ સમીતી-પડધરી ધારા સનાતન ધર્મ અને વૈદીક પરંપરા મુજબ અયોધ્‍યા ચોક ધર્મસ્‍થંભ ખાતે બીરાજમાન લીમડા વાળા મેલડીમાં તથા શ્રી મનોકામના હનુમાનજી મહારાજના પાટોત્‍સવના ધાર્મિક કાર્યક્રમનું કાલે તા. ૯ ના આયોજન કરવામાં આવેલ છે.

સાંજના ૬ કલાકે હનુમાન ચાલીસા હોમાત્‍મક યજ્ઞ, સાંજના ૭.૧પ કલાકે ધ્‍વજારોહણ, સાંજના ૭.૩૦ કલાકે મહાઆરતી તથા હનુમાન ચાલીસા તેમજ સાંજના ૭.૪પ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. 

હિન્‍દુ ઉત્‍સવ સમીતી પડધરી દ્વારા સર્વે ધર્મપ્રેમી લોકોને આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા જાહેર હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે. કાર્યક્રમ દરમ્‍યાન રાષ્‍ટ્રીય સનાતન સેના પડધરીના નવનિયુકત હોદેદારોની વરણીને આવકાર સાથે અભિનંદન આપવામાં આવશે.

(2:20 PM IST)