<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

રાવલના યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

 

જામ ખંભાળિયા, તા.૮: રાવલ ગામે હનુમાનધાર વિસ્‍તારમાં રહેતા જયેશભાઈ કેશુભાઈ વાઘેલા નામના ૧૮ વર્ષના કોળી યુવાને બુધવારે રાત્રિના સમયે પોતાના ઘર નજીક ગળામાં દોરડું બાંધીને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્‍યો છે. આ બનાવ અંગેની જાણ મળતકના પિતા કેશવભાઈ સુકાભાઈ વાઘેલા (ઉ.વ. ૫૫) એ કલ્‍યાણપુર પોલીસને કરી છે.

જગત મંદિર વિસ્‍તારમાંથી મહિલાના કિંમતી ચેનની ચોરી

શિવરાજપુર ગામે રહેતા ભક્‍તિબેન ગજુભા હાથલ નામના ૨૪ વર્ષ મહિલાએ પોતાના ગળામાં પહેરેલો સોનાનો ચેન કોઈ શખ્‍સ સિફતપૂર્વક આંચકીને લઈ ગયો હોવાનું ખુલવા પામ્‍યું છે. આશરે રૂ. બે લાખ ચાલીસ હજારની કિંમતના બે તોલાના આ ચેનની ચોરી થવા સબબ દ્વારકા પોલીસે ભક્‍તિબેન હાથલની ફરિયાદ પરથી અજાણ્‍યા તસ્‍કરો સામે ગુનો નોંધી, આગળની તપાસ હાથ કરી છે.

 પદયાત્રી પ્રૌઢ ઇજાગ્રસ્‍ત

દેવળિયા ગામ નજીકથી ચાલીને દ્વારકા જઈ રહેલા ભૂદરજી સતુરજી ઠાકોર (ઉ.વ. ૫૦, રહે. બિલેશ્વરપુરા- કલોલ) ને આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક્‍ટિવા મોટરસાયકલના ચાલકે અડફેટે લેતા તેમને ફ્રેક્‍ચર સહિતની નાની-મોટી ઇજાઓ સાથે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. અકસ્‍માત સર્જીને એક્‍ટિવા ચાલક નાસી છૂટયો હતો.

ભાણવડમાં બે મોટરસાયકલની ટક્કર

ભાણવડના રણજીતપરા વિસ્‍તારમાં રહેતા નાથીબેન ખીમાણંદભાઈ ચાવડા નામના ૫૪ વર્ષના મહિલા તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્‍યારે રોંગ સાઈડમાં  આવી રહેલા એક મોટરસાઈકલના ચાલક સાહિલ અશરફભાઈ સમાએ તેમની સાથે ધડાકાભેર અકસ્‍માત સજર્યો હતો. જેના કારણે તેમને ફ્રેક્‍ચર સહિતની નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે ભાણવડ પોલીસે નાથીબેન ચાવડાની ફરિયાદ પરથી સાહિલ સમા સામે ગુનો નોંધ્‍યો છે.

સુરજકરાડીમાં વરલી ભક્‍ત ઝડપાયો

સુરજકરાડી ગામે રહેતા મેહુલભાઈ ઉર્ફે કાશી પોલાભા માણેક નામના ૨૯ વર્ષના શખ્‍સને પોલીસે વરલી મટકાના આંકડા વડે જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લઈ,  કાર્યવાહી કરી હતી.

ભોગાત ગામેથી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. વિભાગના હેડ કોન્‍સ્‍ટેબલ ખીમાભાઈ કરમુર તેમજ તેમની ટીમ દ્વારા ગત સાંજે કલ્‍યાણપુર તાલુકાના ભોગાત ગામે દરોડો પાડી, અને બાલુ પેથા લુણા નામના ૪૦ વર્ષના ગઢવી દ્વારા પોતાના કબ્‍જાના રહેણાંક મકાનના ચલાવવામાં આવતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઇ, રૂ. ૭,૨૫૦ નો મુદ્દામાલ કબજે કરી, કાર્યવાહી કરી હતી.(

(1:34 PM IST)