<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

જામનગર પંચકોષી એ-ડીવીઝન પોલીસ અને વિજ તંત્ર દ્વારા ગેરકાયદે વિજ જોડાણ સામે કાર્યવાહી

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૮ : પોલીસ મહાનિરિક્ષક  અશોકકુમાર યાદવ  (આઇપીએસ) રાજકોટ વિભાગ-રાજકોટ  પોલીસ અધિક્ષક ડો.  રવીમોહન સૈની  (આઇપીએસ) તથા  મીત રૂદલાલ  નો.પો.અધિક્ષક જામનગર ગ્રામ્‍ય વિભાગનાઓએ અસામાજીક તત્‍વો વિરૂધ્‍ધ અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ, જે અન્‍વયે પંચકોષી એ ડિવી. પો.સ્‍ટે.ના પો.ઇન્‍સ. એમ.એન.શેખ તથા સ્‍ટાફ દ્વારા ૅતા-૩૧/૧૨/૨૦૨૫ ના રોજ સચાણા ગામે થયેલ જુથ અથડામણના આરોપીઓના રહેણાકે પી.જી.વી.સી.એલની ટીમોને સાથે રાખી ગે.કા વિજ જોડાણ અંગે કાર્યવાહી કરતા જેમાં જામનગર પંચકોષી એ ડીવી. પો.સ્‍ટે.  ૧૪ આરોપી માંથી સચાણા ખાતે રહેતા ૧૨ આરોપીના વીજ કનેક્‍શન ચેક કર્યા હતા.

 જેમાં (૧) ઉંમર દાઉદ બુચળ તથા (૨) જાફર ઉમર બુચળ તથા (૩) ઇમરાન ઉંમર બુચળ તથા (૪) અફજલ ઉંમર બુચળ ચારેય આરોપી એક રહેણાંક મકાન તળાવ ફળીયુ સચાણા ગેરકાયદેસર વીજ કનેકસન અંગે PGVCL માં ગુનો દાખલ કરવાની તજવીજ કરેલ તેમજ (૫) સુલતાન જાકુભાઇ બુચળ ગેરકાયદેસર વીજ કનેકસન અંગે PGVCL માં ગુનો દાખલ કરવાની તજવીજ કરેલ (૬) જાવેદ જુમાઅલી જામ તથા (૭) જુમા એલી જામ (૮) જાકીરહુશેન જુમાઅલી જામ ગેરકાયદેસર વીજ કનેકસન અંગે PGVCL માં ગુનો દાખલ કરવાની તજવીજ કરેલ તેમજ (૯) સબીર અસગર બુચળ (૧૦) જીલાની અસગર બુચળના રહેણાક મકાને ગેરકાયદેસર વીજ કનેકસન અંગે PGVCL માં ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે એમ કુલ PGVCL ના કલમ ૧૩૫ હેઠળ ૪ ગુના દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી પંચકોષી એ-ડિવી. પો.સ્‍ટે. ના પો.ઇન્‍સ.. એમ.એન.શેખ તથા પો.સ્‍ટાફ તથા PGVCL ની ટીમ ફલ્લા ધરા કરવામાં આવેલ

(1:36 PM IST)