News of Thursday, 8th January 2026
પોરબંદર બોખીરાના રસ્તાઓ રાત્રે ઝળહળી ઉઠયાઃ સ્ટ્રીટ લાઇટોનું કામ પૂર્ણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૮: બોખીરા આવાસ યોજનાના કવાટર્સ વિસ્તારમાં મહાનગર પાલિકાની સફળતાપૂર્વક નવી ૧૩પ સ્ટ્રીટલાઇટોનું કામ પૂર્ણ થતાં આ વિસ્તારમાં રસ્તાઓ રાત્રે ઝળહળી ઉઠયાં છે.
મહાનગરપાલિકા દ્વારા બોખીરા આવાસ યોજનાના કવાટર્સમાં રસ્તાઓમાં સ્ટ્રીટ લાઇટની કામગીરી મહાનગરપાલિકા કમિશનર હસમુખભાઇ પ્રજાપતિ અને ડે. કમિશ્નરો ડો. મનન ચતુર્વેદી અને હર્ષભાઇના માર્ગદર્શન અને સૂચનાથી પૂર્ણ થયું હતું. નવી સ્ટ્રીટ લાઇટનું લોકાર્પણ જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી અને અગ્રણી અજયભાઇ બાપોદરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે મનપા ઇલેકટ્રીક સુપરવાઇઝર કિશોરભાઇ કેશવાલા અને કીરીટભાઇ કોટીયા હાજર રહ્યા હતા
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
