<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના ગુનામાં ધોરાજીના ફરેણી ગામના સરપંચના આગોતરાજામીન નામંજુર

ધોરાજીઃ તા.૮,ધોરાજીના   એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ, શેખ  ફરેણી ગામના પૂર્વ સરપંચ સવિતાબેન ભીખાભાઈ રાબડીયાના મનરેગા યોજના ભ્રષ્ટાચારના ગુનામાં આગોતરા જામીન રદ કરેલા છે.

બનાવની વિગત એવી છે કે સવિતાબેન ભીખાભાઈ રાબડીયા દ્વારા ધોરાજી એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી. અને દલીલ કરવામાં આવી કે તેમની સાથેના રાજકીય વિરોધી વજુભાઈ વીરજીભાઈ વઘાસિયા એક કરેલી ખોટી અરજીના આધારે વર્ષ ૨૦૧૦ ના કામનો ખાર રાખી અને હાલ વર્ષ ૨૦૨૫ માં પોલીસે ગુનો નોંધેલો છે. તેઓ કયાંય નાસી ભાગી જાય તેમ નથી અને તપાસમાં પૂરતો સહકાર આપવા તૈયાર છે વળદ્ધ ઉંમર છે તેમને આગોતરા જામીનનું રક્ષણ મળવું જોઈએ. આજ બનાવ અંગે અગાઉ પણ વર્ષ ૨૦૧૮ માં પોલીસે ચાર્જશીટ કરેલું છે. હવે તે નવી ફરિયાદને ગ્રાહ્ય રાખી શકાય નહીં. પોલીસને પ્રોસિબ્‍યુશન મંજૂરી પણ મળી નથી. આવા સંજોગોમાં આગોતરા જામીન મંજૂર કરવા વિનંતી કરી હતી.

સરકાર પક્ષે પબ્‍લિક પ્રોસિકયુટર શ્રીકાર્તિકેય પારેખે દલીલ કરી હતી કે, આરોપી સામે પ્રાઈમા ફેસી કેસ પુરવાર છે, ભ્રષ્ટાચાર તે કોઈ વ્‍યક્‍તિ નહીં પરંતુ રાષ્‍ટ્ર વિરોધી પ્રવળત્તિ છે તેના કારણે કેન્‍દ્ર સરકારની તથા રાજ્‍ય સરકારની ગ્રાન્‍ટ ખરા લાભાર્થી સુધી પહોંચી રહી નથી. આવા સંજોગોમાં હાલના અરજદારને આગોતરા જામીનનું રક્ષણ આપવામાં આવે તો સમાજ પર વિપરીત અસર પડે. વર્ષ ૨૦૧૮માં જે ચાર્જ સીટ થયું છે તે વાઉચર અલગ છે અને હાલના તપાસના વાઉચર અલગ છે. અને આ આરોપી ઉપર અગાઉ ભ્રષ્ટાચાર નો એક કેસ ચાલી રહ્યો છે, જે હકીકત આરોપી તરફથી  અદાલત સમક્ષ છુપાવવામાં આવી છે. સર્વોચ્‍ચ અદાલતના કુશલસિંહ વિરુદ્ધ સરકારના કેસમાં ઠરાવેલું છે કે જ્‍યારે આરોપી અગાઉના ગુના ની વિગત છુપાવે ત્‍યારે તેમને જામીન ઉપર છોડવા જોઈએ નહીં તેમની જામીન અરજીમાં કોઈ લાભ આપવો જોઈએ નહીં આ ઙ્કસ્‍થાપિત સિદ્ધાંતને ધ્‍યાને લઈ અને આરોપીના જામીન રદ કરવા જોઈએ.

બંને પક્ષની દલીલોને સાંભળી અને   એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ જજ શ્રી અલી હુસેન મોહીબુલા શેખ એ પૂર્વ સરપંચ સવિતાબેન ભીખાભાઈ રાબડીયા ના આગોતરા જામીન રદ કરેલા છે.

(2:27 PM IST)