તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Thursday, 8th January 2026
પોરબંદરથી મોટી સંખ્યામાં શિવભકતો સોમનાથમાં નરેન્દ્રભાઇ મોદીનું સ્વાગત કરવા જશે
સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમ માટે શિવભકતોને લઇ જવા માટે ભાજપ પરિવારનું આયોજન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૮ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવણી કાર્યક્રમ માટે ભાજપ પરિવાર દ્વારા જિલ્લાના શિવભકતો સોમનાથ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લાના શિવભકતો સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ઉષ્માભર્યુ સ્વાગત કરશે.
ભાજપ પરિવાર દ્વારા શિવ ભક્તો ને સોમનાથ દાદા ના દર્શને લઇ જવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ સોમનાથ પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું પોરબંદરના લોકો ઉષ્માભર્યું સ્વાગત કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૧૦ અને ૧૧ જાન્યુઆરીએ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવશે. ગુજરાતના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર ખાતે દરમ્યાન સોમનાથ સ્વાભિમાન પર્વની પણ ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં ૧૦૮ અશ્વો વચ્ચે વડાપ્રધાન મોદીની સ્વાભિમાન યાત્રા યોજાશે. તેમજ ૨ કિમી લાંબા ભવ્ય રોડ-શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આધ્યાત્મિક, સાંસ્કળતિક અને સામાજિક પ્રવળત્તિઓની શ્રેણી રજૂ કરવામાં આવનાર છે ત્યારે તેમાં પોરબંદર થી પણ ભાજપ આગેવાનો, કાર્યકરો અને શિવભક્તો પણ મોટી સંખ્યામાં જોડાશે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
