તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
રાજકોટ-રાજસ્થાનના સાયબર ક્રાઇમના ચાર ગુનામાં ફરાર ઉદયનગરના શખ્સની ધરપકડ
પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ, પીએસઆઇ જે. જી. તેરૈયા સહિતની ટીમે ધર્મેન્દ્રસિંહ જાડેજાને શોધી કાર્યવાહી કરી

રાજકોટ તા. સાયબર ક્રાઇમના ચાર અલગ અલગ ગુનામાં ફરાર શખ્સને પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે પકડી લીધો છે. રાજકોટ ઉપરાંત રાજસ્થાનના સાયબર ક્રાઇમના ગુનામાં પણ આ શખ્સ ફરાર હતો.
પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ રાજ્યના પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ટીમો કાર્યરત હતી ત્યારે બાતમી પરથી ધ્રુવરાજસિંહ દિગ્વીજયસિંહ જાડેજા (ઉ.વ.૨૮-રહે. ઉદયનગર-૨૧, આશાપુરા કૃપા, મવડી રોડ)ને રાજકોટથી શોધી કાઢી કાર્યવાહી કરી હતી.
આ શખ્સ વિરૂધ્ધ રાજકોટનાસાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ત્રણ ગુના તથા રાજસ્થાનના કરોલી સાયબર ક્રાઇમ પોલીસમાં પણ એક મળી ચાર ગુના દાખલ થયા હતાં. તેને શોધી કાઢી સાયબર ક્રાઇમ પોલીસને સોંપાતા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાત, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ ઝહીરખાન ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, લાલજીભાઇ ડાંગર, હેડકોન્સ. સિરાજભાઇ ચાનીયા, રાજદિપસિંહ ચોૈહાણ, રોહિતભાઇ કછોટ, રાહુલભાઇ ઠાકુર, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા અને ડ્રા.કોન્સ. દોલતસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
