તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 8th January 2026
મોરબી શહેર અને તાલુકામાં જુગારના ત્રણ દરોડા, સાત આરોપી ઝડપાયા
સર્કિટ હાઉસ પાસે, આમરણ ગામે તીનપતિનો જુગાર અને જૂના ઘુંટુ રોડ પર વરલીનો જુગાર ઝડપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.,૮ : મોરબી શહેર તેમજ મોરબી તાલુકા પોલીસ દ્વારા જુગાર અંગેના અલગ અલગ ત્રણ દરોડામાં સાત જુગારીઓને પકડી લેવામાં આવ્યા હતા.જેમાં સર્કિટ હાઉસ પાસે તેમજ આમરણ ગામે તીનપતિ તેમજ જુના ઘુંટુ રોડ પર વરલી મટકાનો જુગાર ઝડપી લેવાયો હતો.
પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સર્કિટ હાઉસ પાસે મફતિયાપરામાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રાકેશ ભુપતભાઇ સકે૨ા રહે. મફતિયાપરા, સર્કિટ હાઉસ પાસે, પ્રતાપ સવસીભાઈ દેલવાણિયા રહે.હળવદ રોડ, આઈટીઆઈ સામે, મોરબી અને આરોપી વિજય પરસોત્તમભાઈ વડદોરીયા રહે. શક્ત શનાળા વાળાને રોકડા રૂપિયા ૧૨૦૦ સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે જુના ઘુંટુ રોડ પર સિમ્પોલો સિરામિક સામેથી આરોપી સુનિલ રાજુભાઈ વાઘેલાને જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૩૧૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે ત્રીજા દરોડામાં મોરબી તાલુકા પોલીસે આમરણ ગામે બજરંગ હોટલ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી યાસીનમિયા દોલુમિયા બુખારી, તૌફિક અસરફભાઈ બુખારી અને કાદરમીયા મજીદમીયા બુખારી રહે.ત્રણેય આમરણ વાળાઓને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૧૦,૨૦૦ કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
