<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ટંકારાના લજાઈ નજીક દેશી દારૂ પકડવા ગયેલ પોલીસની ફરજમાં રૂકાવટ

દેશી દારૂના ધંધાર્થીએ મોબાઈલ ફેંકી દઈ એલફેલ બોલી પોલીસ સાથે ગેરવર્તન કર્યું

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ૮: ટંકારા તાલુકાના લજાઈ - હડમતીયા રોડ પર દેશી દારૂના ધંધાર્થીને ત્‍યાં પોલીસે દરોડો પાડતા આરોપીએ પોલીસ સાથે એલફેલ વર્તન કરી મોબાઈલનો ઘા કરી ગેરવર્તન કરતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્‍હો નોંધી ફરજમાં રુકાવટ બાબતે કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે લજાઈ હડમતીયા રોડ પર આવેલ હિમાલય પોલીપેક કારખાના સામે દરોડો પાડતા લોખંડની કેબિનમાં દેશી દારૂ રાખી આરોપી અમળત આલાભાઈ ચાવડા રહે.લજાઈ ગામ વાળાને દેશી દારૂ વેચાણ કરતા ઝડપી લઈ ૮ લીટર દેશી દારૂ કબ્‍જે કર્યો હતો.પોલીસ કાર્યવાહીથી રોષે ભરાયેલ આરોપી અમળતે મોબાઈલ ફોનનો ઘા કરી પોલીસ સાથે જેમ ફાવે તેમ વર્તન કરી ફરજમાં રુકાવટ કરતા પોલીસે ૫૦૦૦નો મોબાઈલ ફોન તેમજ ૧૬૦૦ની કિંમતનો દારૂ કબ્‍જે કરી ફરજ રુકાવટ સહિતની કલમો મુજબ ગુન્‍હો રજીસ્‍ટર કર્યો હતો

(2:22 PM IST)