News of Friday, 9th January 2026
ધોરાજી- ઉપલેટા- જેતપુરમાંમાં ફરી સવારે 6:19 વાગ્યે 3.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
આજે સવારે ભારે અવાજ સાથે ધરા ધ્રુજી હતી.ધોરાજી સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ની ધરા પણ ધ્રૂજી: ભૂકંપ નો આંચકો અનુભવતા લોકો ઘર ની બહાર દોડી આવ્યા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૯ : આજે સવારે ભારે અવાજ સાથે ધરા ધ્રુજી હતી.ધોરાજી- ઉપલેટા-જેતપુર સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ની ધરા પણ ધ્રૂજી: ભૂકંપ નો આંચકો અનુભવતા લોકો ઘર ની બહાર દોડી આવ્યા હતા. ગાંધીનગર સ્થિત સીસ્મોગ્રાફી સેન્ટર ના અહેવાલમાં જણાવ્યું છે કે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટા થી 26 કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે 8:45 વાગ્યે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ આજે ફરી સવારે ભૂકંપ આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે
ધોરાજીમાં ફરી વહેલી સવારે 6:20 કલાકે ભૂકંપનો આંચકો
આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.ધોરાજીમાં ગઈકાલે રાત્રિના ભૂકંપનો આંચકો રાત્રે 8:43 મિનિટે આંચકો આવતા થોડીવાર માટે લોકોમાં ભય ફેલાઈ ગયો હતો
બાદ આજે વહેલી સવારે 6, 20 કલાકે અચાનક જ ભૂકંપનો આંચકો આવતા લોકો વહેલી સવારમાં જ ઘરની બહાર નીકળી ગયા હતા.
જ્યારે આજે સવારે ભારે અવાજ સાથે ધરા ધ્રુજી હતી.ધોરાજી સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ની ધરા પણ ધ્રૂજી હતી. ભૂકંપ નો આંચકો આવતા લોકો માં ભય નો માહોલ જોવા મળ્યો હતો.ભૂકંપ નો આંચકો અનુભવતા લોકો ઘર ની બહાર દોડી આવ્યા હતા.
હાલ ભૂકંપ નો કેન્દ્ર બિંદુ અને રિકટર પર સ્કેલ ની ત્રિવતા જાણવા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ધોરાજી- ઉપલેટા- જેતપુરમાં ફરી સવારે ૩ કલાકમાં ૭ ભૂકંપના આંચકા આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે
આજે સવારે ભારે અવાજ સાથે ધરા ધ્રુજી હતી. ભૂકંપ નો આંચકો અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ગાંધીનગર સ્થિત સીસ્મોગ્રાફી સેન્ટર ના અહેવાલમાં જણાવ્યું છે કે આજે સવારે 6:19 વાગ્યે 3.8 , 6:56 વાગ્યે 2.9 , 6 : 58 વાગ્યે 3.2 , 7 : 10 વાગ્યે 2.9 , 7 :13 વાગ્યે 2.9 , 7: 33 વાગ્યે 2.7 અને 8:34 વાગ્યે 3.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ તમામ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટા આસપાસ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે 8:45 વાગ્યે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ આજે ફરી સવારે ભૂકંપ આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે
(કિશોર રાઠોડ- કૃષ્ણકાંત ચોટાઈ- કેતન ઓઝા) ધોરાજી-ઉપલેટા-જેતપુર
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
