<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

કચ્છના ભચાઉ પાસે પ્રોપેન ગેસ ભરેલા ટેન્કરનો અકસ્માત ચાલકનું મોત: તંત્રની સમયસૂચકતાથી બ્લાસ્ટ જેવી મોટી દુર્ઘટના અટકી

અહીં ટેન્કર ચાલકો માટે માર્ગ સલામતી કેમ્પોની જરૂરત, ગેસ ભરેલા ટેન્કરના અકસ્માતનો ૪ થો બનાવ, અગાઉ ૬ વાહનો ખાક થયા હતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯ : કચ્છના ભચાઉના નંદગામ પાસે પ્રોપેન ગેસ ભરેલ ટેન્કર આગળ ટ્રક સાથે અથડાતાં ગેસ ટેન્કરના ચાલકનું મોત નીપજ્યું હતું. જોકે, ભચાઉ ફાયર વિભાગે તકેદારી સાથે બે અકસ્માત ગ્રસ્ત વાહનોને છૂટા પાડી મોટી દુર્ઘટના અટકાવી હતી. પ્રોપેન ગેસ ભરેલ ટેન્કર બ્લાસ્ટ સર્જી શકે છે. તાજેતરમાં જ આ જ હાઇવે ઉપર આવા બ્લાસ્ટમાં ૬ વાહનો ખાક થઈ ગયા હતા. ગેસ ભરેલ ટેન્કરનો નજીકના સમયમાં જ આ ૪ થો અકસ્માત છે. ઔદ્યોગિકકરણ બાદ મહાકાય વાહનોની અવરજવર અને અકસ્માતોનું પ્રમાણ કચ્છમાં વધ્યું છે ત્યારે માર્ગ સલામતી અંગેના શિક્ષણની જરૂરત આવા મહાકાય અને જોખમી વાહનોના ચાલકોને હોઈ આરટીઓ તંત્રએ અહીં મોટા પાયે સલામતીના કેમ્પ કરવાની જરૂરત છે.

(12:07 PM IST)