News of Friday, 9th January 2026
શિયાળો પૂરબહારમાં ખીલ્યોઃ નલીયા ૪.૮, ગિરનાર પ.૯, અમરેલીમાં ૮.૬ ડીગ્રી
લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી જતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા : વહેલી સવાર અને રાત્રે અનુભવાતી ગાત્રો થિજાવતી ઠંડી

રાજકોટ તા. ૯ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીએ સપાટો બોલાવ્યો છે. અને કચ્છના નલીયામાં ૪.૮, ગિરનાર પ.૯, અમરેલી ૮.૬, રાજકોટ ૯.૬, ડીસા ૧૦.૧, ગાંધીનગર ૧૦.૮, ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીએ સપાટો બોલાવતા સૌ કોઇ ધ્રુજી ઉઠયા છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. તેજ પવનથી આજે સવારે ગિરનાર પર લઘુતમ તાપમાન વધુ ઘટતા ૫.૯ ડિગ્રી કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.
ગિરનાર પર્વત પર ગઈકાલે ૭.૬ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યા બાદ આજે સવારે પાડો વધુ નીચે ઉતરીને ૫.૯ ડિગ્રીએ સ્થિર થતા પર્વત વિસ્તારમાં કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. કાતિલ ઠંડીની સાથે તે જ પવન પણ ફુકાતા ઠંડીની અસર વધુ તીવ્ર બની હતી.
ગિરનાર પર્વતની સાથે સાથે જુનાગઢ શહેરમાં પણ આજે સવારે લઘુતમ તાપમાન ઘટીને ૧૦.૯ ડિગ્રી નોંધાતા કાતિલ ઠંડી વધી હતી. ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા રહેતા વહેલી સવારે ઝાકળ વર્ષા થઈ હતી.
જુનાગઢ તેમજ આસપાસના વિસ્તારોમાં ગઈકાલની માફક આજે પણ સવારથી ૭ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા શીતલહેરના કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. બાજરા સંશોધન કેન્દ્ર જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩, મહત્તમ તાપમાન ર૪.પ, ભેજનું પ્રામણ ૬૭ ટકા, પવનની ૬.૪ કિ. મી. રહી છે.

(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
