<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

માળીયા મિંયાણાના પીપળીયા પાસે ટ્રકે ઇકો કારને ઠોકરે ચડાવતાં ચાલક રફીકભાઇનું મોત

નવી નવલખીના યુવાન વરધી પુરી કરી ઘરે જતાં હતાં ત્‍યારે બનાવઃ રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારજનોમાં માતમ

રાજકોટ તા. ૯: માળીયા મિંયાણાના પીપળીયા ગામ નજીક ટ્રકે ઇકો કારને ટક્કર મારતાં કારનો બૂકડો બોલી ગયો હતો અને કારચાલક માળીયાના નવી નવખલીના યુવાનને ગંભીર ઇજા થતાં મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ નવી નવખલી ગામે રહેતો રફીકભાઇ દાઉદભાઇ જંગીયા (ઉ.વ.૩૦) સાંજે પોતાની ઇકો કાર હંકારી પીપળીયાથી ઘર તરફ જતો હતો ત્‍યારે પીપળીયા નજીક ચાર રસ્‍તા પાસે બંબાટ ઝડપે આવેલા ટ્રકના ચાલકે ઇકોને ઠોકરે ચડાવતાં ઇકોનો બૂકડો બોલી ગયો હતો. ચાલક રફીકભાઇને ગંભીર ઇજાઓ થતાં માળીયા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દીધો હતો.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં માળીયા મિંયાણા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર રફીકભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં ચાર દિકરી અને બે દિકરા છે. પોતે ઇકો કારમાં વરધી-ફેરા કરતાં હતાં. સાંજે કામ પુરૂ કરી ઘરે જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. તેના મૃત્‍યુથી છ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારજનોમાં માતનમ છવાઇ ગયો હતો. માળીયા પોલીસે ટ્રક ચાલક વિરૂધ્‍ધ કાર્યવાહી કરી હતી.

 

(11:27 AM IST)