News of Friday, 9th January 2026
ગોંડલના સુલ્તાનપુરના વિનુભાઇ બોરડનું અવસાનઃ ચક્ષુદાન

ધોરાજીઃ ગોંડલ તાલુકાનાં સુલતાન પુર ગામના ખેડૂત વિનુભાઈ કરસનભાઈ બોરડનુ અવસાન થયું ગોંડલ ના સેવાભાવી ડો,પીયુશભાઈ સુખવાલાની પે્રરણાથી પરીવાર જનોએ એ ધોરાજી માનવ સેવા યુવક મંડળ ના ભોલાભાઇ સોલંકી અને ધમેન્દ્ર બાબરીયા ને ચક્ષુદાન કરવા અંગે જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજી નાં અધીક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન અને ડો પ્રમ ગરનાળા અને મેડિકલ ટીમ ના દિપકભાઈ ભાસ્કર અને નિતીનભાઇ ચુડાસમા સહિત ના ઓ એ પોતાની સેવા ઓ બજાવી હતી આતકે યતીનભાઇ બોરડ, શૈલેશભાઈ સીયાણી, વિજયભાઈ પરસાણા, જયદિપ પટોડીયા,રેનીશભાઇ ભાલારા, જીગ્નેશભાઈ રૈયાણી, પીયુષભાઇ હિરપરા અને સેવાભાવી દિનેશભાઇ માધડ અને જયભાઈ માધડ સહિત ના ઓ હાજર રહ્યા હતા આતકે માનવ સેવા યુવક મંડળ ના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકી સુલતાનપુર ના બોરડ પરીવાર ની સેવાઓ ને બીરદાવી સ્વ સ્વ વિનુભાઈ ને શ્રધ્ધા સુમન અર્પણ કરેલ હતા ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં દેહદાન, ચક્ષુદાન, સ્ક્રીન ડોનેશન માટે ૯૮૯૮૭૦૧૭૭૪ ૯૮૯૮૭૧૫૭૫ અને સરકારી હોસ્પિટલ ધોરાજી ફોન ૦૨૮૨૪-૨૨૦૧૩૯ પર સંપર્ક કરવો માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજી ને ૪૦૬ મુ ચક્ષુદાન કરાયું છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
