News of Friday, 9th January 2026
ગોંડલ ચાઇનીઝ દોરા સાથે ત્રણ ઝડપાયાઃ ઉતરાયણ પુર્વે ચાઇનીઝ
દોરા અંગે પોલીસની કવાયત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૯: ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે કોલેજ ચોક પાસે વૈભવ શોરૂમ સામે ફૂટપાથ પર ચાઈનીઝ દોરીની ૫ ફિરકી કિંમત રૂપિયા ૧,૨૫૦ સાથે ભાર્ગવ ઉર્ફે ભોલું દિનેશભાઈ બાબરીયા (ઉ.વ.૨૨ રહે. ગોંડલ ભગવતપરા ચબૂતરાવાળી શેરી) વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બી ડિવિઝન પોલીસે અન્ય એક કામગીરીમાં આવાસ કવાર્ટર પાસે જાહેર રોડ પર ચાઈનીઝ દોરીની ૭૩ ફીરકીઓ અને ૪૦ તુક્કલ સહિત કુલ રૂપિયા ૨૦,૨૫૦ના મુદ્દામાલ સાથે હનીફ ઓસમાણભાઈ નાલબંધ (ઉ.વ. ૬૫ રહે. ભગવતપરા શેરી નંબર ૨૩, ગોંડલ) ને ઝડપી લીધો હતો અને તેની સામે ગુનો નોધ્યો હતો. ગોંડલ સિટી પોલીસે દેવપરા મેઇન રોડ પરથી પ્રકાશ ધનજીભાઇ સરમાળીયા(ઉ.વ.૨૨) ને ચાઇનીઝ દોરીની પાંચ ફિરકી સાથે ઝડપી લીધો હતો
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
