News of Friday, 9th January 2026
રવિવારે જૂનાગઢમાં ખોડિયાર ગ્રૂપ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા મકરસંક્રાતિ નિમિતે જરૂરીયાતમંદોને ખાદ્ય વસ્તુનું વિનામૂલ્યે વિતરણ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૯: શ્રી જૂનાગઢ ખોડિયાર ગ્રૂપ યુવકમંડળ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૧૧ને રવિવારના રોજ સાંજે ૪ કલાકે આદર્શ પ્રાયમરી સ્કુલ દુબળી પ્લોટ ગરબીચોક જૂનાગઢ ખાતે મકરસંક્રાતિ ના પાવન તહેવાર નિમિતે જરૂરીયાતમંદ કુટુંબોને અનાજ ચીકી મમરા લાડુ અન્ય વસ્તુ ઓનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે જીલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઇ ઠુમ્મર તેમજ નાગભાઇવાળા બટુક બાપુ, ડો. પાર્થ ગણાત્રા નવીનભાઇ ગઢીયા, ડો. પુજા ટાંક (કોયાણી) પ્રેરણા હેર સ્ક્રીન કલીનીક, મીનાબેન ચગ, તંત્રીશ્રી મહિલા ક્રાંતિ સહિતના ઉપસ્થિત રહેશે તેમ પ્રમુખ નરેન્દ્ર ઘુચલાએ જણાવ્યું હતું.
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
