તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Friday, 9th January 2026
ચોટીલામાં ૫૬ હથિયાર પરવાના રીન્યૂ ત્રણ અરજદારોને અપાઈ કડક સૂચના

વઢવાણ, તા. ૯: ચોટીલાના નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા દ્વારા પાકરક્ષણ હથિયાર પરવાના બાબતે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કુલ ૫૬ જેટલી હથિયાર પરવાના રીન્યુ કરવાની અરજીઓ પર નિર્ણય લેવામાં આવ્યો હતો. નાયબ કલેકટર દ્વારા તમામ ૫૬ પરવાનેદારોને રૂબરૂ બોલાવીને સાંભળવામાં આવ્યા હતા. તેમણે પાક રક્ષણ માટે આપવામાં આવેલા હથિયારનો ઉપયોગ માત્ર ખેતીના રક્ષણ માટે જ કરવો. હથિયારનો કોઈ પણ પ્રકારનો દુરુપયોગ ન કરવા અને સરકારના તમામ નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પરવાનેદારોને તાકીદ કરવામાં આવી હતી
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
