<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

સુત્રાપાડાઃનરેન્‍દ્રભાઇના પ્રવાસ માટે બેઠક યોજાઇ

 

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૯: આગામી સોમનાથ સ્‍વાભિમાન પર્વ નિમિત્તે વિશ્વના નેતા અને ભારતનું ગૌરવ એવા માનનીય વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીજી તા.૧૦ અને ૧૧ ના રોજ સોમનાથ પધારી રહ્યા હોય, ત્‍યારે તેમના ભવ્‍ય સ્‍વાગત, ધર્મસભા અને શૌર્ય યાત્રા (રોડ શો) માં જોડાવા માટે આજે વેરાવળ ખાતે વિશેષ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં પૂર્વ મંત્રી  જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્‍ય રાજશીભાઈ જોટવા, જિલ્લા ભાજપા પ્રમુખ ડો. સંજયભાઈ પરમાર તથા નગરપાલિકાના સદસ્‍યોની ઉપસ્‍થિતિમાં હરસિદ્ધિ સોસાયટીના પ્રતિષ્ઠિત આગેવાનો અને સામાજિક શ્રેષ્ઠીઓ સાથે આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સમસ્‍ત વેરાવળ અને ગીર સોમનાથ વડાપ્રધાનના સ્‍વાગત માટે ઉત્‍સાહિત છે!

(12:11 PM IST)