<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર ખાતે સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ માટે પે એન્ડ પ્લે આધારે ખેલાડીઓની સીલેકશન પ્રક્રિયા યોજાશે

તા.૧૦-૧૧ જાન્યુઆરી સવારના ૭:૦૦ થી ૧૦:૦૦ દરમિયાન ખેલાડીઓનું સિલેક્શન કરવામાં આવશે : તા. ૦૧/૦૧/૨૦૧૭ પછી જન્મેલા ખેલાડીઓ, જેમની ઊંચાઈ ૧૭૩ સેન્ટીમીટર અથવા તેથી વધુ હોય, તેઓ સીલેકશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૯ જાન્યુઆરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જામનગર ખાતે આવેલ એક માત્ર સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ જામનગર ખાતેનું કોમ્પ્લેક્ષ ધરાવે છે.

જામનગર જિલ્લાના ખેલાડીઓ બાસ્કેટબોલ રમત ક્ષેત્રે ખેલ મહાકુંભ, જિલ્લા કક્ષા તેમજ રાજ્ય કક્ષા સુધી ઉત્તમ પ્રતિભા દર્શાવી શકે તે આશયથી સંકુલ ખાતે પે એન્ડ પ્લેના ધારા ધોરણ મુજબ સીલેકશન પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા. ૩૧/૧૨/૨૦૧૬ પહેલા જન્મેલા ખેલાડીઓ સીલેકશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

તા. ૦૧/૦૧/૨૦૧૭ પછી જન્મેલા ખેલાડીઓ, જેમની ઊંચાઈ ૧૭૩ સેન્ટીમીટર અથવા તેથી વધુ હોય, તેઓ પણ સીલેકશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.

સીલેકશન પ્રક્રિયા તા. ૧૦/૦૧/૨૦૨૬ અને તા. ૧૧/૦૧/૨૦૨૬ દરમિયાન સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે યોજાશે. 

કન્વીનર અને સંપર્ક વિગતો

શ્રી નીસીત ઠાકર, 

મોબાઈલ: ૮૮૩૩૪૩૫૧૦૮ છે. વધુ માહિતી માટે સોમવારથી શનિવાર, સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ દરમિયાન કચેરી ફોન: ૦૨૮૮–૨૬૭૭૮૧૬ ફોનથી અથવા રૂબરૂ સંપર્ક કરી શકાશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી બી.જે.રાવલિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(1:01 PM IST)