<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

મોરબીમાં અત્‍યાર સુધીમાં ૨૧૮૧ રખડતા પશુને પકડયા

૧૭૯ પશુ માલિકોને લાયસન્‍સ અને ૧૮ લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ અપાઈ : પશુઓનું રજીસ્‍ટ્રેશન કરવા અપીલ

મોરબી : તા ૯, મહાપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ ૨૦૨૫થી ૦૬ જાન્‍યુઆરી ૨૦૨૬ સુધીમાં કુલ ૨,૧૮૧ પશુઓ પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મોકલવામાં આવ્‍યા છે. આ સમયગાળા દરમિયાન, શાખા દ્વારા ૧૭૯ પશુ માલિકોને લાયસન્‍સ અને ૧૮ લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ પણ આપવામાં આવી છે.

આ ઉપરાંત, પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા ૩૨ નાગરિકોના પાલતુ શ્વાન (Pet Dog)નું રજીસ્‍ટ્રેશન કરવામાં આવ્‍યું છે. મહાપાલિકા દ્વારા તમામ પશુ માલિકોને તેમના પશુઓનું ફરજિયાત રજીસ્‍ટ્રેશન કરાવવા તેમજ પાલતુ શ્વાનના માલિકોને પણ તેમના પેટ ડોગનું રજીસ્‍ટ્રેશન કરાવવા માટે અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે અત્‍યાર સુધીમાં કુલ ૧૨૫૪ પશુઓનું RFID અને ટેગિંગ કરવામાં આવ્‍યું છે, અને આ મહત્‍વપૂર્ણ કામગીરી હજુ પણ પ્રગતિમાં છે. તેમ મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.

(1:26 PM IST)