હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમરેલીમાં પ્રથમ વખત ૯ ડિગ્રી સાથે ઠંડીનો પારો સિંગલ ડિઝીટમાં પહોંચ્યો
વહેલી સવારે ઠંડીમાં કામે ચડતા લોકો ઠુંઠવાયાઃ રાત્રિના બજારો સુમસામ

અમરેલી, તા.૯: અમરેલી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન અચાનક જ ઠંડીનું પ્રમાણ છવાઈ ગયું હોય તેમ હાડ ધીજાવતી ઠંડીની શરૂઆત થઈ છે. અને પ્રથમ વખત અમરેલી શહેરમાં ઠંડીનો પારો ૯ ડિગ્રી ઉપર સ્થિર થયો હતો. અને ઠંડીનું આ મોજું એક અઠવાડીયા સુધી જળવાય રહે તેવી શકયતાઓ છે. દર વર્ષે શિયાળામાં અમરેલી શહેર અને જીલ્લામાં આકરી ઠંડી પડે છે. અને શિયાળા દરમ્યાન અનેક દિવસો એવો હોય છે કે જે સમગ્ર રાજયમાં સૌથી વધુ ઠંડુ શહેર અમરેલી હોય છે. જોકે ચાલુ શિયાળા દરમ્યાન એક મોટો હિસ્સો વિત્યા છતા અમરેલી પંથકમાં આકરી ઠંડી પડી ન હતી.
અગાઉ ૧૧ અને ૧૨ ડિગ્રી આસપાસ તાપમાન પહોંચ્યું હતું.અને છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર અમરેલી પંથકમાં ઠાર જોવા મળ્યો હતો. અને તાપમાનનો પારો એકદમ નીચે ગગડયો હતો. આજે વહેલી સવારે અમરેલી શહેરનું ન્યુનતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે જઈ સિંગલ ડિઝીટમાં ૯ ડિગ્રીએ પહોંચ્યું હતું. સાંજના વાતાવરણમાં ઠંકક જોવા મળતા ટાઢોડું છવાઈ ગયું હોવાથી બજારો પણ સુમસામ ભાસતી હતી.અને ઠંડીના કારણે પશુપક્ષી અને જનજીવન અસ્તવ્યસ્ત રહયું હતું.બપોરના સમયે પણ ઠારનો અનુભવ લોકોએ કર્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
