<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

મોરબી સબ જેલ નજીક કચરો નાખવા બાબતે પાડોશીઓ બાખડયા

 

મોરબી : તા ૯, મોરબી સબ જેલ સામે રહેતા સરોજબેન ઈશ્વરભાઈ ચૌહાણ (ઉ.વ.૫૦) વાળાએ આરોપીઓ દક્ષાબેન મનીષભાઈ મકવાણા, ધ્રુવ મનીષભાઈ મકવાણા અને ભવ્‍ય મનીષભાઈ મકવાણા રહે બધા સબ જેલ સામે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪-૧૨ ના રોજ ફરિયાદીની દીકરી પુજાબેનને આરોપી દક્ષાબેન સાથે કચરો નાખવા બાબતે બોલાચાલી થઇ હતી.

જેનો ખાર રાખી આરોપી દક્ષાબેને દીકરી પુજાબેનને ગાળો આપી તેમજ આરોપી ધ્રુવ અને ભવ્‍યએ ફરિયાદી સરોજબેનને કાન અને પગમાં પાઈપ મારી દીકરીને નાકના ભાગે પાઈપ મારી ઈજા કરી હતી મોરબીએ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

(2:03 PM IST)