News of Friday, 9th January 2026
જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયાના જન્મ દિવસ નિમિત્તે સેવાકાર્યો

જુનાગઢ:: જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા નો જન્મ દિવસ હોય આ નિમિતે યુ કે સેવા સમિતિ ના પ્રમુખ કિશોર ભાઈ વાઢિયા તથા અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના ના પ્રમુખ ગીરીશભાઈ કોટેચા તથા યતીન ભાઈ કારીયા દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ત્રિવિધ કાર્યક્રમો ગૌરવ ભાઈ ના જન્મ દિવસે કરવામાં આવ્યા હતા જેમાં પ્રસૂતા વિભાગ માં દાખલ દર્દી ને ચોખા ઘી નો શિરો જનરલ વોર્ડ માં જમણવાર તથા દિવસ રાત સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા સિક્યુરિટી વિભાગ ના ભાઇઓ ને ચોખા વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમ માં સાથે મેયર ધર્મેશ ભાઈ પોશીયા સિવિલ સર્જન બ્રહ્મભટ્ટ પી બી ઉનડકટ રઘુવીર સેનાના ગીરીશભાઈ આડતીયા જીકાભાઈ ચંદારાણા ભરત ભાઈ રૂપારેલિયા જનક ભાઈ ટીલાવત હીરપરા ભાઈ ભાવેશ ભાઈ કયાડા સાગર ભાઈ મકવાણા ભાવના બેન માળી કિરણ બેન રાણીંગા દીપલ રૂપારેલિયા સહિત ના સમિતિ ના સભ્યો ખાસ હાજર રહ્યા હતાં ગીરીશભાઈ કોટેચા એ ગૌરવભાઈ ને પોતાના જન્મ દિવસે સેવા કર્યો કરવા બદલ અભીનંદન સાથે શુભેરછા પાઠવી હતી.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
