કચ્છના રાપરની બજારમાં જામી બુલ ફાઈટ: રખડતા ઢોરોથી લોકો પરેશાન : જુઓ વિડીયો
શાકભાજીની લારીઓને કારણે ત્રાસ વધ્યો, શાકભાજીનો કચરો ખાવા માટે આંખલા વચ્ચે ફાઇટ જામી

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છના રાપર શહેરના સલારીનાકાથી એસટી બસ સ્ટેન્ડ રોડ પર ઉભા રહેતા શાકભાજીની લારી વાળાના કારણે આંખલા યુધ્ધ ફાટી નીકળ્યું હતું. આ અંગે નજરે જોનાર લોકો એ જણાવ્યું હતું કે, બપોરે આ બુલ ફાઇટ જામી હતી. જેમાં શાકભાજી વેચતા લારી વાળા ગમે ત્યારે રોડ પર કચરો ફેંકી દે છે એટલે આ કચરો ખાવા માટે આંખલાઓ વચ્ચે ફાઇટ જામી હતી શાકભાજી ની લારી વાળા શહેરની મુખ્ય બજાર ભુતિયા કોઠા રોડ સલારીનાકાથી બસ સ્ટેન્ડ સલારીનાકાથી ત્રંબૌ રોડ સલારીનાકાથી ખોડીયાર મંદિર રોડ માલી ચોકથી દેના બેન્ક ચોક માલી ચોકથી ભુતિયા કોઠા સલારીનાકા રોડની બજાર માં અડીંગો જમાવી ટ્રાફિકજામ સાથે આંખલાઓ અને રખડતા ઢોરોનું કારણ છે તો અનેક દુકાનદારો તગડા ભાડા વસુલી લારીવારાને દુકાન બહાર ભાડે આપી ટ્રાફિક જામ અને આંખલાઓ અને રખડતા ઢોરોને આમંત્રણ આપે છે આ લારી વાળા તથા દુકાનદારો સામે નગરપાલિકા તથા પોલીસ તંત્ર કડક પગલાં લે તેવી માંગ ઉઠી છે.(તસ્વીર: વીડિયો:મુકેશ રાજગોર,રાપર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
