News of Friday, 9th January 2026
બગદાણાના સેવક પરના હુમલાનો વિરોધ : પોરબંદરમાં સમસ્ત કોળી સમાજના જિલ્લાના આગેવાનોએ કલેક્ટરને આવેદન આપ્યું
કોળી સમાજના યુવાન પર હુમલો કરનાર શખ્સો અને કાવતરામાં સંડોવાયેલા તમામ સામે ફરિયાદ નોંધવા માગ કરી

ભાવનગરમાં બગદાણાના સેવક પર થયેલા હુમલાની ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ત્યારે પોરબંદરમાં સમસ્ત કોળી સમાજના જિલ્લાના આગેવાનોએ એકઠાં થઈ કલેક્ટરને આવેદન પાઠવ્યું અને કોળી સમાજના યુવાન પર હુમલો કરનાર શખ્સો અને કાવતરામાં સંડોવાયેલા તમામ સામે ફરિયાદ નોંધવા માગ કરી હતી . આ સમયે જિલ્લાભરમાંથી કોળી સમાજના આગેવાનો સહિત યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. હતા
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
