<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

સોમનાથ મંદિરે શૌર્ય ગાથાના સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથ મંદિર લાઈટોથી ઝગમગી ઉઠ્યું

શૌર્ય ગાથામાં જોડાવવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દેશભરમાંથી ઉમ ટયા :શંખ ચક્રથી હમીરજી સર્કલ સુધી ડાક અને ડમરૂ વગાડીને વિશાળ રેલીમાં ઉત્સાહ ભેર ભાગ લીધો.

સોમનાથ મંદિરે શૌર્ય ગાથાના સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથ મંદિર લાઈટોથી ઝગમગી ઉઠ્યું. સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથ મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા. સોમનાથનું અડિખમ મંદિર જાણે સ્વયં પોતાની શૌર્ય ગાથા અને ઈતિહાસને વર્ણવતું હોય તેવો દિવ્ય નજારો જોવા મળ્યો. મહત્વનું છે કે શૌર્ય ગાથામાં જોડાવવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દેશભરમાંથી ઉમટી રહ્યા છે. ત્યારે 500થી વધુ સાધુઓ દ્વારા ડાક- ડમરૂ રેલીનું આયોજન કરવામાં આવ્યું. સાધુ સંતોએ શંખ ચક્રથી હમીરજી સર્કલ સુધી ડાક અને ડમરૂ વગાડીને વિશાળ રેલીમાં ઉત્સાહ ભેર ભાગ લીધો. મહત્વનું છે કે આજે સંધ્યા સમયે સાધુ સંતો દ્વારા સોમનાથમાં રવેડી યાત્રા યોજવામાં આવશે. જેમાં ડાક અને ડમરૂના અવાજ અને હર હર મહાદેવના જયકાર સાથે પ્રભાસ તીર્થ ગુંજી ઉઠશે.

 


 

(11:19 PM IST)