<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

પોરબંદર જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓનું સ્‍વાતંત્ર્ય પર્વ કાર્યક્રમમાં સન્‍માન કરાશે

પોરબંદર, તા.૧૦: જિલ્લામાં સ્‍વતંત્રતા પર્વની જિલ્લાકક્ષાની  ઉજવણીને અનુરૂપ જિલ્લામાં વિવિધ કક્ષાએ ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી ખેલાડીઓના સન્‍માન અંગે જિલ્લા રમત ઙ્કશિક્ષણ કેન્‍દ્ર દ્વારા માહિતી મંગાવવામાં આવી છે.

આ સન્‍માન માટે જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓ કે જેમણે શાળાકીય રમત સ્‍પર્ધા,ખેલ મહાકુંભ,માન્‍ય રમતના એસોસિએશન, આંતર યુનિવર્સીટીમાં વર્ષ-૨૦૨૫ દરમિયાન યોજાયેલ રાજ્‍યકક્ષા, રાષ્‍ટ્રકક્ષા કે આંતરરાષ્‍ટ્રીયકક્ષામાં ગોલ્‍ડ, સિલ્‍વર કે બ્રોન્‍ઝ મેડલ પ્રાપ્ત કરેલ ખેલાડીઓની  માહિતી દિન-૨ માં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્‍દ્ર સરદાર પટેલ રમત સંકુલ,સાંદીપની મંદિર સામે,પોરબંદર ખાતે હાર્ડકોપીમાં જરૂરી પ્રમાણપત્રો તેમજ આધાર પુરાવા સાથે રજુ કરવાના રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(10:28 AM IST)