<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

મોરબી મેડિકલ કોલેજના ડીને નોકરીનો ઓર્ડર ન સ્‍વીકારતા ફીનાઇલ ગટગટાવ્‍યું

ખાનગી સિકયુરિટી એજન્‍સીએ યુવકને સિકયોરિટી સુપરવાઈઝર તરીકે નિમણૂક આપી હતી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૧૦: રોહિદાસપરામાં રહેતા વિનોદભાઈ કિશોરભાઈ પંચોલી ઉ.૨૨ નામના યુવકને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં સિકયોરિટી સુપરવાઈઝર તરીકે ખાનગી સિકયોરિટી એજન્‍સી જી.ડી.અજમેરા કંપનીમાંથી નોકરીનો ઓર્ડર મળતા યુવક નોકરી પર હાજર થવા ગયો હતો.જો કે, કોલેજના ડીન ડો.સંજય વિકાણી અને અન્‍ય ડોકટર હિરેન સંઘાણીએ વિનોદભાઈનો ઓર્ડર સ્‍વીકારીને નોકરી પર ન રાખતા વિનોદભાઈને લાગી આવતા બહારથી ફીનાઇલ લાવી અડધી બોટલ ફીનાઇલ કોલેજના મેદાનમાં ગટગટાવી લેતા બનાવ અંગે પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે.

(10:30 AM IST)