News of Saturday, 10th January 2026
અમરેલી-કુકાવાવ પંથકના માર્ગોના કામો માટે રૂા.૧૬ કરોડ મંજુર
ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના પ્રયાસો સફળ

ગાંધીનગર, તા.૧૦: અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના ઉર્જાવાન મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તાર અમરેલીના કુંકાવાવ તાલુકાના મેઘા પીપળીયા સનાળી રોડ (૫.૦૦ કિ.મી.), અમરેલી તાલુકાના જાળિયા બાયપાસ રોડ (૦.૬૦ કિ.મી.) તથા ખડખંભાળીયા ગરમલી રોડ (૨.૨૦ કિ.મી.) એમ કુલ ૭.૮૦ કિમીના રસ્તાના કામો તાત્કાલિક ધોરણે મંજૂર થાય એ માટે રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા અમરેલી અને કુંકાવાવ તાલુકાના રૂપિયા ૧૬૦૦.૦૦ લાખના ખર્ચે નોન પ્લાન રસ્તાના કામો મંજૂર કરવામાં આવેલ છે. આ કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.
કુલ ૩ નોન પ્લાન રસ્તા મંજૂર થતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સાહેબનો શ્રી કૌશિક વેકરિયાએ આભાર માનેલ છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
