હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શાકભાજીની લારીઓને કારણે ત્રાસ વધ્યા
રાપરની બજારમાં જામી બુલ ફાઈટઃ રખડતા ઢોરોથી લોકો પરેશાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦, કચ્છના રાપર શહેરના સલારીનાકાથી એસટી બસ સ્ટેન્ડ રોડ પર ઉભા રહેતા શાકભાજીની લારી વાળાના કારણે આંખલા યુધ્ધ ફાટી નીકળ્યું હતું. આ અંગે નજરે જોનાર લોકો એ જણાવ્યું હતું કે, બપોરે આ બુલ ફાઇટ જામી હતી. જેમાં શાકભાજી વેચતા લારી વાળા ગમે ત્યારે રોડ પર કચરો ફેંકી દે છે એટલે આ કચરો ખાવા માટે આંખલાઓ વચ્ચે ફાઇટ જામી હતી શાકભાજી ની લારી વાળા શહેર ની મુખ્ય બજાર ભુતિયા કોઠા રોડ સલારીનાકાથી બસ સ્ટેન્ડ સલારીનાકા થી ત્રંબૌ રોડ સલારીનાકા થી ખોડીયાર મંદિર રોડ માલી ચોક થી દેના બેન્ક ચોક માલી ચોક થી ભુતિયા કોઠા સલારીનાકા રોડ ની બજાર માં અડીંગો જમાવી ટ્રાફિકજામ સાથે આંખલાઓ અને રખડતા ઢોરો નું કારણ છે તો અનેક દુકાનદારો તગડા ભાડા વસુલી લારીવારા ને દુકાન બહાર ભાડે આપી ટ્રાફિક જામ અને આંખલાઓ અને રખડતા ઢોરો ને આમંત્રણ આપે છે આ લારી વાળા તથા દુકાનદારો સામે નગરપાલિકા તથા પોલીસ તંત્ર કડક પગલાં લે તેવી માંગ ઉઠી છે.(તસ્વીરઃવીડિયોઃમુકેશ રાજગોર,રાપર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
